________________
પ્રકરણ ૪૮ મું
૩૯૯ રૂકમિણીને આંખે અંધારાં આવતાં તમ્મર ખાઈ જમીન ઉપર પડી, અને તેને રાત્રી સંબંધી હકીક્ત કહી સંભળાવી. “ દ્વારપાલે દરવાજે નહિ ઉઘાડવાથી મારાથી અવાયું નહિ. આજે દ્વારપાલ ને આવ્યો છે, હવે રેજ તારી પાસે આવી શકાશે; માટે મારે આટલે અપરાધ ક્ષમા કરો ?” રૂકમિણીના મધુર વચનથી તે વીર પુરૂષ ઠડો પડયો. પિતાના હાથથી રૂકમિણીને ઉતડી તે પુરુષ રૂકમિણીને શયનગૃહમાં ખેંચી ગયો.
રૂકમિણને હાથને કાંડે બાંધેલું એક સેનાનું માદળિયું એ રકઝમાં પડી ગયેલું તે મેં ત્યાંથી ઉપાડી લીધું, ને હું મારે દરવાજે આવ્યો. એ માદળીયાને મેં ચારેકોરથી દીપકના તેજે તપાસી જોયું તો તેમાં એક ચીઠી છે. તેને કાઢીને મેં ખાનગીમાં વાંચી લીધી. બસ બેડે પાર ! મારી ખુશીનો પાર ન રહ્યો.
ધનશેઠના મકાનમાં ડાબી બાજુએ દશ હાથ નીચે ચાર કેટી સુવર્ણ જમીનમાં દાટેલું છે ?' હું આનદમાં આવી મારી જગાએ સુતો. થોડીવારે રૂકમિણી આવીને પિતાના ગૃહમાં ચાલી ગઈ. મેં પછી દરવાજો બંધ કરી દીધો.
પ્રાત:કાળે એ સસરાનું મકાન છોડી હું ચાલ્યો ગયો. બજારમાં એ માદળિયું વટાવી એનું ભાતું લઇ મારે ગામ આવ્યો. મારે ઘેર આવી એ પડી ગયેલા મકાનને સુધરાવી ખાનગી રીતે લક્ષ્મી કાઢી લીધી, અને નવેસરથી મકાન બંધાવ્યું. પ્રથમની માફક નગરમાં મારો વ્યવહાર ચાલ્ય; અને નોકર ચાકરથી મારું ગૃહ ભરાઈ ગયું.
મિત્ર અને સગાંસંબંધીના કહેવાથી હું રૂમિણીને તેડવાને મારા સસરાને ઘેર ગયો. સસરાએ મારે આદરસત્કાર કર્યો ખાનપાનથી મારી ભક્તિ કરી. રાત્રીને સમયે