________________
૪૧૦
| વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય વેતાળના મંદિરે આવવા નીકળ્યો. લકે અનેક વાતે કરવા લાગ્યા. “ અરે ! વિતાળના મંદિરમાં આ શી રીતે રહેશે ? જરૂર વેતાળ તેમને મારી નાખશે આ તે મહાઅનર્થ થયું. ” રૂપચંદ બજારમાં ગયો ને પદ્માવતી ઘડિયામાં બાળકને સુવાડી હાલરડાં ગાતી ગાતી બેલતી હતી કે “તારા પિતા અગ્નિને પકડી હમણાં આવશે, તેનાથી તું મજે. »
સાંજના સમયે પોતાના મકાને આવેલો વૈતાળ પોતાના મકાનમાં માણસ જોઈ ચમક, ને આ હાલરડું સાંભળવા લાગ્યો: “અગ્નિક તે હું છું. તો શું એ બાળકનો બાપ મને પકડવા ગયો છે? એવો એ માણસ જબરો છે?''
અગ્નિક મંદિરમાં આવી બોલ્યો; “અરે બાઈ તું કેણુ છે ? અહીં કેમ આવી છું ? મા મકાનમાં મારોજ શિકાર થવા આવી છું કે શું !'
ઓહ ! અગ્નિક! આ લે બાળક! છાને રહે! રૂદન ના કર ! તારા પિતાએ જે આ રમકડું કહ્યું છે તે લે, અને એની સાથે તું રમ! ” નિર્ભયતાથી પદ્મા બેલી. “જે આ અગ્નિક-રમકડું આવ્યું છે તે ! અરે અગ્નિક! ચિરંજીવ ! મારા પતિ તને મારશે નહિ, માટે નિર્ભય રહે !”
અરે મને ડરાવે છે? કયાં છે તારે પતિ? બોલાવ! લાવ મારી પાસે!” એમ કહેતે પધાને પકડી ખાઈ જવા તે ધસ્યો.
અરે દુષ્ટ ! સબૂર !' પછવાડેથી છુપાઈ રહેલા રૂપ અગ્નિકની ગરદન પડી, એને જમીન ઉપર પટકયો; તેને નીચે પાડી તેના ઉપર ચડી બેઠે, “દુષ્ટ! નિશાચર! બોલ! મારી સેવા કબુલ કરે છે કે નહિ ? "
અગ્નિક એની હિંમત જોઈને આશ્ચર્ય પામ્યો. “રૂપ