________________
પ્રકરણ ૪૯ મું
૪૦૯ આજ તો મારા મહેમાન થઈ જાઓ ! આવ્યા તો હમણાં જ, ને આટલા બધા અકળાવ છો શું? ઉતાવળે તે આંબા પાકે ?” શેઠના આગ્રહથી રૂપચંદ્ર રોઠને મહેમાન થયે. સાયંકાળના ખાનપાનથી પરવારી શેઠના મકાનમાં રૂપચ સુવાની તૈયારી કરી. રેઠના મનમાં કઈક વિચાર આવ્યો. એણે પદ્માવતિને કહ્યું, “પુત્રી ! આ ક્ષત્રિય છે તે કદાચ રાત્રે લુંટ કરી નાસી જાવ તે !”
“અરે શેઠ, જરા વિશ્વાસ રાખે ! મારા પતિ એવા નથી. ક્યાંક નેકરી મળશે તે નોકરી કરશે, પણ લુંટ કરવાનું તે જાણતા નથી હસીને પદ્માવતીએ જવાબ આપ્યો. શેઠે એમને એક ખંડ આપી તેમાં ઘડિયું તેમજ ગાદલાં ગોદડાંની વ્યવસ્થા કરી આપી.
પ્રાતકાળે રાજસભાના સમયે રૂપચંદ્ર રાજાને સલામ કરવાને રાજસભામાં જવા માટે નીકળ્યો. રાજસભાના મુખ્ય દરવાજા આગળ દ્વારપાળે રૂપચંદને રોકયો. રૂપચકે દ્વારપાળને એક તમાચે એના ગાલ પર ચડી કાઢ્યો, એ ગાલને પંપાળતા દ્વારપાળને છોડી રૂપચંદ્ર રાજસભામાં આવ્યો, અને રાજાની આગળ ફળ મૂકીને રૂપચંદ્ર રાજાને સલામ કરી ઉભે રહ્યો: વચનની ચતુરાઇથી રાજાને ખુશી કર્યો. રાજાએ દશ હજાર સુવર્ણ મહોરે આપી ભટ્ટભાવને કહ્યું, “આમને રહેવા માટે એક સુંદર મકાન આપ! ” અને રાજાએ રૂ૫ચંદ્રને રોજ દરબારમાં આવવા ભલામણ કરી. ભટ્ટમાર્ગે દ્વારપાળને હુકમ કર્યો. દ્વારપાળે તમાચાનું વેર વાળવા માટે અગ્નિવેતાળનું મંદિર હતું, તે રૂપચંદ્રને બતાવીને કહ્યું કે, “આ મકાનમાં તમે રહે! ” મકાન બતાવી દ્વારપાલ ચાલ્યો ગયો. વાચકોને દાન આપતે રૂપચંદ્ર શેઠના મકાને આવ્યો: શેઠનો ઉપકાર માની પત્નીને લઈ અગ્નિ