________________
૩૯૮
વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય
મને ઘર બહાર કાઢી મુકયો. નિરાશ થયેલા તે જ રહિત હું મારે ઘેર પાછે આવ્યો, તેા મકાન પડી ગયું હતું. માતાપિતા મરી ગયાં હતાં, તે ઐરિ તેના બાપને ઘેર જતી રહી હતી. આથી હુ મારે સાસરે જવાને ચાલ્યો. કૌશાંષિમાં મારા સસરાના મકાન પાસે ગયો, અને દ્વેષપરિવર્તન કરી ભિખારી વેષે મારા સસરાના આંગણામાં દરવાજા આગળ ભીખ માગતા ઉભા રહ્યો. રૂકમિણી મને ખાવાનું આપીને ચાલી ગઇ, પણ તેણે મને ઓળખ્યો નહિ. રાત્રીને સમયે શ્રીનુ ચિત્ર જોવાને માટે નજીકના મંદિરમાં રહ્યો. મધ્યરાત્રીને સમયે રૂકિમણી માર્કનેા થાળ ભરીને ચાલી, પણ દરવાજાના રક્ષકે દરવાજો નહિ ઉઘાડવાથી તે પાછી ફરી.
બીજે દિવસે હું ભિક્ષા માગતે સસરાના મકાને ગયો. મિણી મને ભિક્ષા આપવા આવી, અને મને ધીમેથી પૂછ્યું, તુ કોણ છે?
ભિખારી વળી ? ” મે જવાબ આપ્યો.
..
હું કહું તે પ્રમાણે કરીશ તા તને સુખી કરીશ.” “ ખુશીથી તમે હેરો! તેમ કરીશ. ” મે’ કહ્યું, રૂકમિણીએ પિતાને કહીને દ્વારપાલને રજા અપાવી અને દ્વારના રક્ષક તરીકે સ્થાપન કર્યા. મધ્યરાત્રી થતાં મેકના થાળ લઇ આવી મને દરવાજો ઉઘાડવા કહ્યું. તેના કહેવાથી મેં દરવાજો ઉઘાડયો. રૂકમિણી મને એક મેદક આપી તરત જ બહાર નીકળી. તેનું ચરિત્ર જાણવાને હું પણ પા છુપાતેા તેની પાછળ ચાલ્યો.
પેાતાના સ`કેત કરેલા સ્થાનકે એક શુન્ય ગૃહ આગળ જઇને તે ઉભી રહી, એટલે એક પુરૂષ તેની રાહ જોતા તેની પાસે આવીને ખેલ્યો, “ કાલે કેમ આવી નહિ?” એમ કહી તેણીના ગાલ ઉપર એક તમાચા ચાડી દીધો.
""