________________
૩૮૨
વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય અન્યાયી રાજાને આ વિચિત્ર ન્યાય જોઈ રાજા વિકમ વિચારમાં પડયો, “આહા! આ રાજા મારાં રત્ન શી રીતે અપાવશે ?' એવું જોઈ રાજા ત્યાંથી બહાર નીકળી નગરમાં ફરવા લાગ્યું. રાજા ફતે ફરતે કામકેલિ ગુણિકાના મકાન આગવા આવ્યું. વિચાર કરી તે વેશ્યાની પાસે ગયો.
અજાણ્યા માણસને જોઇ વેશ્યા કામકેલિએ પૂછયું, “તમે કેમ છો? અને કયાંથી આવે છે ? >
મારૂં એક કામ કરી આપશે ? આ નગરમાં આવી એક ધર્મ સંકટમાં હું ફસાઈ ગયો છું. માટે તમારી સલાહ લેવા આવ્યું છે. મુસાફર વિકમે પૂછયું.
“કહે તમારે મારું એવું શું કામ છે ? વેશ્યા બેલી.
આ સાંભળી કામકેલિને રાજા વિક્રમે પિતાની પંચરત્નની વાત કહી સંભળાવી. તેની વાત સાંભળીને વેશ્યા બોલી, “ આમાં તે શું મોટું કામ છે. આ તો મારા મન તદ્દન સહેલું કામ છે. જુઓ ! આજે તો અહીં રહે ને આવતી કાલે રત્નનો થાળ ભરી હું એ તપસ્વી આગળ જઈ વાતે વળગું; ત્યારે વચમાં તમારે ત્યાં આવીને તેની પાસે તમારા રનની માગણી કરવી, એટલે તરત તમારાં રત્નો તમને મળી જશે !”
બીજા દિવસે રત્નોને માટે થાળ ભરી કામકેલિ તાપસના આશ્રમમાં આવી. તાપસે એનો સત્કાર કરી બેસાડી અને તેને આશ્રમમાં આવવાનું કારણ પૂછયું.
આપ તે પરમેશ્વરના પ્રતિનિધિ છે. આપને કઇ પણ આપ્યું હોય તે પરભવમાં અમારે પુષ્યરૂપી ભાતું થાય, મારી દીકરી આજે કાષ્ટભક્ષણ કરવાને તૈયાર થઈ છે. મને લાગ્યું કે કાંઈ દાનપુણ્ય કર્યું હોય તે પરભવમાં આગળ આવે, એમ સમજી આ રત્નોનો થાળ આપને ભેટ આપવા આવી છું." વેશ્યાએ તપસ્વીનાં વખાણ કરી છાપરે ચડાવ્યા.