________________
3ય.
પ્રકરણ ૪૮ મું રહેલી સ્ત્રી પણ પુરૂષને સંતાડી શકે છે. એની સાથે રમી શકે છે. ત્યારે એકદંડિયા મહેલમાં રહેલી સ્વચ્છંદી સૌભાગ્યસુંદરી પુરૂષ સાથે સ્વચ્છદપણે રમે એ કાંઈ મોટી વાત. નથી.” આમ વિચારી રાજા પિતાના સ્થાનકે ચાહે ગયો.
એક દિવસે ગગનધૂલિ એકદંડિયા મહેલમાં હતું, તે દરમિયાન રાજા સૌભાગ્યસુંદરી પાસે આવી પહોંચ્યો. રાજાને આવેલા જાણી રાણીએ ગગનધૂલિને છુપાવી દીધો. ચતુર રાજા એ ચેષ્ટા સમજી ગયો, પણ કાંઈ બોલી શક્યો નહિ. રેણુને પાંચ જણની રસોઈ કરવાનો હુકમ આપી,
જાએ એક સિપાઈને એકલી પેલા યોગીને ભેજન માટે નિમંત્રણ આપ્યું. રાજસેવક યોગીને લઈ રાજા પાસે આવી પહોંચ્યો. રાજાએ યોગીને આદરસત્કાર કરી બેસાડ્યો, ને બને વાતો કરવા લાગ્યા. રસેઠ તૈયાર થવાની ખબર મળતાં રાજાએ પાંચ પાટલા નાખવા હુકમ કર્યો.
સૌભાગ્યસુંદરિએ પાંચ આસન, પાંચ પટાલા, થાળ વિગેરે ગોઠવી દીધું. રાજાએ યોગીને ભેજન માટે ઉઠાડ, ને બેલ્યિો, “યોગીરાજ! યોગિની વિના યોગીની શોભા ન હેય. માટે તમારી યોગિનીને પ્રગટ કરે !
યોગીરાજે આનાકાની કરવા છતાં રાજાએ આગ્રહપૂર્વક કહ્યું, ત્યારે યોગીએ પિતાની ઝોળીમાંથી કઈક વસ્તુ કાઢી એક સ્ત્રી પ્રગટ કરી.
એ સ્ત્રીને રાજાએ કહ્યું, “અરે સ્ત્રી! તું પણ આ યોગીની માફક કાંઇક કલા બતાવ, ને એક નવીન પુરૂષ પ્રગટ કર!”
રાજાના આગ્રહથી એ યોગિનીએ પણ એક પુરુષ પ્રગટ કર્યો. એ પુરૂષને જોઈ યોગી તે આભો જ થઇ ગયે.
ત્રણ પુરૂષ–યોગી, પેલો પુરૂષ અને રાજા, એ ત્રણે જણ.