________________
પ્રકરણ ૪૮ મું
૩૦૩ આપી એ કન્યા સૌભાગ્યસુંદરી સાથે તેણે પાણિગ્રહણ કર્યું. રાજાએ તેને એકદંડિયા મહેલમાં રાખી ફરતે ચોકીપહેરે ગેઠવી દીધે. એકદંડિયા મહેલમાં કેદીને જેવી સ્થિતિમાં રાખવાનું કારણ સૌભાગ્યસુંદરી સમજી શકી નહિ. એક દિવસે રાજાએ તેણીની શંકા દૂર કરી, “સખી સાથે વાતે કરતાં તે કહેલું કે પતિને છેતરીને હું અન્યની સાથે રમીશ; તે વાત હવે સત્ય કરી બતાવ!"
એકદંડિયા મહેલમાં રણ સભાગ્યમંજરીને મહિનાઓ પસાર થઈ ગયા, ને રાજાની કહેલ વાત જુની થઈ ગઈ. ત્યારે અવંતીમાં ગગનધૂલિ નામે કેઈ વ્યવહારીઓ વ્યાપારને અર્થે આવ્યા. વ્યવહારીઓ ત્યાં રહીને મે વેપાર કરવા લાગે. એક દિવસે એકદંડિયા મહેલની પાસેથી વ્યવહારીઓ ગગનવૃલિ પસાર થશે. ઝરૂખે ઉભેલી સૌભાગ્યસુંદરી એને જોઇને વ્યાકુળ થઈ. કાગળની કટકીમાં કંઇક અક્ષર પાડી ચીઠ્ઠી પાનના બીડામાં મુકી, એ પાનનું બીડું તેણે નીચે વ્યવહારીઆના ઉપર નાખ્યું. નીચેથી પસાર થઈ રહેલાં ગગનધૂલિની આગળ પડેલું પાનનું બીડું તેણે ઉપાડી લીધું, ને તેણે ઊંચે નજર કરી તો જાણે વિમાનના ગોખમાં ઉભેલી અપ્સરા જેવી સુંદર સ્ત્રીને તેણે જોઈ!
પાનના બીડામાં ચીઠ્ઠી જઈ ગુપચુપ તે ચીઠ્ઠી વાંચી. હે સાથે પતિ મારી પાસે આવ ને રમ; જે નહિ આવે તે હું તને આત્મહત્યા આપીશ.” ચીઠ્ઠીને વાંચી રાગથી અંધ થયેલો ગગનધૂલિ એ બાળ સદભાગ્યસુંદરી પાસે જવા માટે ઉપાય ચિંતવવા લાગ્યો. આ રાજરાણીને ભેગવવી એટલે રાજા વિક્રમના કોપના ભેગ થવુ ! “ ગમે તેમ તેય આવી મનહર બાળાઓને મનુષ્યભવ પામીને આલિંગી નથી એને જન્મ વ્યર્થ !”