________________
૩૯૪
વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજ્ય આમ વિચાર કરતે સાથે પતિ પિતાને મકાને ચાલ્યો ગયો.
બીજે દિવસે મધ્યરાત્રીને સમયે કામદેવને પૂજારી કામદેવનું પૂજન કરવા માટે નીકળ્યો, અને એકદંડિયા મહેલ પાસે આવી પાટલાની પૂછડીએ મીણની પાયેલી દેરી. બાંધી ઘોને ઠેઠ રાણીના ઝરૂખે વળગાડી. એ દાર વાટે ઉપર ચડી ગગનધૂલિ સૌભાગ્યસુંદરી પાસે પહોંચી ગયે. પિતાના મનમાનેલો આશકને જે સુંદરી ખુશી થઈ. તેની સાથે ખાનપાન કરી ભેગ ભેગવી નિશા વ્યતીત કરી. ગગનધૂલિ રાત્રીને ચોથે પ્રહર શરૂ થતાં ચાલ્યો ગયો. રાજા વિકમ પણ રેજ સૌભાગ્યસુંદરી પાસે આવતા, પણ પહેલાં તે હસીને તે રાજાને આદરસત્કાર કરતી, એટલે સ્નેહ બતાવતી, પરંતુ એ વર્તનમાં હવે પરિવર્તન થઈ ગયું. રાણીને પ્યાર ગગનલિમાં હોવાથી રાજાને આદરસત્કાર ઓછો થઈ ગયો. રાજા ચેત્યો, નક્કી કઈક પુરૂષ અહીં આવીને રમી જાય છે. કાશીલ થયેલ રાજા રાત્રીને સમયે એ મહેલની આસપાસ ફરવા લાગ્યો. રાજાએ ગુપ્તપણે ગગનલિની ચેષ્ટા જોઈ લીધી. ઉદાર દિલને રાજા એકદમ વિચાર કર્યો વગર પગલું ભરે તેમ ન હોવાથી આ ચેષ્ટ જોઇ લઇ તે બીજે સ્થળે ચર્ચા જોવા નીકળી પડશે.
અદશ્યપણે ફરતે રાજા નગરી બહાર એક પુરાણ ખંડેર પાસે આવ્યો. એક યોગી ત્યાં પડાવ નાંખીને પડેલે હતે. પ્રહરરાત્રી વહી ગઇ હતી, જગત બધું શાંતિથી આરામ લેતું હતું: તે સમયે યોગીએ એક સ્ત્રી પ્રગટ કરી, તેની સાથે ખાનપાન કરી, બેગ ભેગવી, યોગી ભરનિદ્રામાં પડ્યો. પછી તે સ્ત્રીએ એક પુરૂષ પ્રગટ કરી તેની સાથે રતિક્રીડા કરી ગેપવી દીધું. રાજા વિકમ આ અજબ હિકમત જોઈને તાજુબ થશે. “આહા! શું નારીચરિત્ર! જેગીની જટામાં