________________
૩૮૩
પ્રકરણ ૪૬ મું
કામકેલિની મધુરી ને અમૃતસરખી વાણી સાંભળી, તાપસના મનમાં ગલગલિયાં થયા છતાં, બહારથી આડંબર બતાવતે બોલ્યો, “અરે કામકેલિ! તારા જેવી ધર્મિષ્ટને ગુણવંત નારીઓ આ ભવમાં સુખ મેળવી પરભવમાં પણ દાનપુણ્યના પ્રભાવથી શ્રી હરિની સેવિકાઓ થાય છે.'
તાપસ અને કામકેલિ એકબીજાની ગતમાં રમતાં રમતાં પરમાર્થની વાત કરતાં હતાં. તાપસ ધર્મના શ્લેકે સંભળાવી દાનનું મહાત્મય સમજાવતું હતું, ત્યાં વિક્રમ આવી પહોંચ્યો. “અરે તપસ્વી! મારાં પેલાં પાંચ રત્નો આપે! ” વિકમની વાત સાંભળી તપસ્વી વિચાર કરવા લાગ્યો, “જે આને ના પાડીશ તે આ ગુણિકાને શંકા થશે, ને આ માટે શિકાર હાથથી જો રહેશે. આવો વિચાર કરી તપસ્વીએ ત્યાથી ઉભા થઈને પેલાં પાંચ રત્નો લાવીને વિક્રમને અર્પણ કર્યા. પાંચ રત્નો લઈ વિક્રમ ત્યાંથી ચાલ્યા ગયે.
“જોયું, અમારા ઉપર વિશ્વાસ રાખી આવા પરદેશી મુસાફરે અમારે ત્યાં થાપણુ મુકી જાય છે, અને જ્યારે જોઈએ ત્યારે આવીને લઈ જાય છે. પરોપકાર એ તે અમારા જેવા સજજનેનું ભૂષણ છે.
આ કલિયુગમાં આપની શી વાત થાય? આપ તે સાક્ષાત ધર્માવતાર છો ! અનેક દીનદુઃખીના આધાર છે! તેથી જ આ રને થાળ આપને ભેટ આપવા આવી છું, દયાળુ ! ” કામકેલિ બેલી.
કામકેલિ ને એમની વાતચીતમાં પાછું ભંગાણ પડયું. એક દાસીએ દોડતાં દેડતાં આવીને સમાચાર આવ્યા,
ચાલે! ચાલો ! આપની પુત્રીએ કાષ્ઠભક્ષણનો વિચાર માંડી વાળે છે, તે આપને નિવેદન કરવા હું આવી છું.”
દાસીની વાત સાંભળી કામકેલિ આશ્ચય બતાવતી