________________
પ્રકરણ ૪૬ મું
૩૮૧ બાપુ! ખરી વાત છે, પણ એ જ છે કડિયાને. મકાનની ભીંતે મજબૂત બનાવવા માટે મેં એને પુષ્કળ ધન આપેલું, છતાં એણે મારી ભીંતે આવી કાચી બનાવી; માટે કડિયો જ શિક્ષાને માટે યોગ્ય છે. બાપુ!'' ગોવિંદ શેઠે પાઘડી ફેરવી દીધી અને પોતાના માથેથી પણ આળ ઉતારી દીધું.
રાજાને વણિકની વાત સત્ય લાગવાથી વણિકને છુ કર્યો ને કડિયાને પકડ્યો, “હરામખેર! ગેવિંદ શેઠના પિસા ખાવા છતાં આવી કાચી ભીંત બનાવે છે?”
રજાના પ્રશ્નના જવાબમાં કડિયો બોલ્યો, “બાપુ! એમાં મારે દોષ નથી. ગારે કરીને એ ભીંત ચણવાનું કામ હું કરતો હતું, ત્યારે કામલતા વેશ્યા અહીંથી નીકળી ને મારું ધ્યાન તેઓ હરી લીધું, જેથી ભીંત બરાબર થઇ નહિ.”
રાજાએ કામલતાને બોલાવી પૂછયું કે, “આ રસ્તેથી, રાજમાર્ગ છેડીને તું શા માટે નીકળી ?”
કામલતાએ કહ્યું, કે “હે મહારાજ ! હું શું કરું? ખાસ કામ માટે બજારમાં જતી હતી, ત્યારે રાજમાર્ગમાં સામે દિગંબર માન્યો. નગ્ન ફકીરને જોઇને લાજી મરવાથી મારે રસ્તે બદલ પડ્યો,
રાજાએ દિગંબરને ફાંસીએ ચડાવવા તલારક્ષકને હુકમ આપ્યો. તલાક્ષિક અને સેવકે દિગંબરને શુળી પાસે લઈ ગયા; પણ આ શુળી આગળ દિગબર ના અને પાતળો જણાવાથી શુળીને માટે બરાબર જણાયે નહિ આથી રાજા પાસે આવી કેટવાળે કહ્યું, “બાપુ! દિગબર શુળીને માટે બરાબર યોગ્ય નથી, માટે શું કરવું ?
નગરમાંથી શુળીને બરાબર યોગ્ય હોય તેવાને માટે પકડી શુળીએ ચડાવી દે ત્યારે !” આવી રીતે હુકમ કરી રાજાએ તલાકને વિદાય કર્યો..