________________
૩૮૬
વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય જોઈ રાજા આશ્ચર્ય પામ્યો; આ બધી વાત તમે શી રીતે જાણી ?w
પરંપરાથી સાંભળીને તેમજ શાસ્ત્રીથી ! ' આ વાત મેં જાણું વિષે જવાબ આપ્યો.
રામની અદ્દભુત વાર્તા અને આશ્ચર્યકારી લક્ષ્મી સાંભળી વિક્રમે રામપણાના ગર્વને ત્યાગ કર્યો. અને મનમાં વિચાર કરી મનમાં બે , કે હું ક્યાં ને એ રામ કયાં !
“રાજન ! તમારા જેવા વિવેકીને એ યોગ્ય છે ! આપણથી એ રામ જેવા થવાય નહિ.” વૃદ્ધ વિપ્રનું આ વચન સાંભળી રાજા વિક્રમ ામના બિરૂદને ગર્વ છોડી મંત્રી સાથે અવંતી ચાલ્યો ગયો. - એકદા રાજા વિક્રમ અવંતીને રામરામ કરી પૃથ્વીનું આશ્ચર્ય જેવાને ચાલ્યો. પૃથ્વીની પ્રદક્ષિણા ફરતે વિક્રમ ચિત્રપુર નગરમાં આવ્યો. ત્યાં ધનદ નામે શાહુકારના મકાન આગળ મેટ મહોત્સવ હતો તે જોવાને ઉભો રહ્યો. અનેક માણસે તેને ઘેર આવજા કરી રહ્યા હતા; વાછ વાગી રહ્યાં હતાં; સ્ત્રીએ માંગલિક રીતે ગાઇ રહી હતી; તરિયા તરણ અને મંડપથી તેના મકાનની શોભા અધિક વૃદ્ધિ પામેલી હતી. વિક્રમે એક જણને પૂછયું, “ભાઈ ! આ બધું છે શું ?'
“અરે ભાઈ! શી વાત કરે ! આ મહેટ વ્યવહારિયો ધનદશ્રેણી નગરનો નગરશેઠ છે. આજે કઈ પૂર્વના પુણે એને ઘેર પુત્રનો પ્રસવ થયો, તેની આ બધી ધામધુમ છે. ભાઈ! આવતી કાલે એ બાળકની છઠ્ઠી છે, તેથી વ્યવહારિયો સગાંસંબંધીને ખાનપાનથી તૃપ્ત કરી આવતી કાલે બાળકનું નામ ધારણ કરાવશે !
બીજે દિવસે રાત્રીને સમયે કૃષ્ણવસ્ત્રપરિધાન કરી