________________
૩૮૮
વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય પિતાની અતીમાં આવી ગયો, અને રાજકારભારમાં ધ્યાન આપતાં ચિત્રપુરની વાત ભૂલી ગયો.
બીજના ચક્રની માફક વૃદ્ધિ પામતે બદનકુમાર વિદ્યાભ્યાસ કરી લેશિયાર થયો. યૌવનવય પ્રાપ્ત થતાં ધનદશ્રેણીઓ ધનવાની સળ ન્યાઓ સાથે પુત્રનો વિવાહ કર્યો.
લગ્નમુહૂર્ત જોવરાવ્યું, પણ અમંગલ થવા લાગ્યું, ને મુહૂર્ત બરાબર આવતું નહિ. વાતે વાતે અપશુકન થવા લાગ્યા. શ્રેણીએ પોતાની પ્રતિજ્ઞા સંભારી અવંતીથી વિક્રમને તેડાવવા વિચાર કર્યો. પણ અવંતી જાય કેણ?
“હું જ અવતી અને વિક્રમને અહીંયાં તેડી લાવી પછી પુત્રનો વિવાહ કરીશ.'
આમ વિચારી ધનદછી અનુક્રમે અવંતી આવ્યો. એવા મોટા અવતીમાં વિક્રમની ભાળ શી રીતે મળે ? કઈ કરેલ અને ડાહ્ય શાહુકારને વાત કરી, “ભાઈ ! અહીંયાં વિક્રમ ક્યાં રહે છે?”
“ આ વિશાળ નગરમાં વિક્રમ તે અનેક છે. કયા વિક્રમ માટે તમે પૂછો, છે ? કાંઈ વિશેષ ઓળખાણ આપી શકે એમ છે?
એ શાહુકાર આગળ ધનદષ્ટીએ વિક્રમના સ્વરૂપનું વર્ણન કર્યું. પછી શાહુકાર બોલ્યો, “રાજા તે ન હોય! રાજમાર્ગ ઉપર જરી થોભે! હાથી ઉપર બેસીને રાજા વિકમ રવાડીએ જશે ત્યારે તેમને જે, એટલે તમને ખાતરી થશે કે એ જ વિકમ છે કે બીજે !"
થોડીવારે ગોજારૂઢ થયેલા રાજા વિક્રમને પરિવાર સાથે તે રસ્તેથી જતા ધનદે જોયો. રાજાની નજર ધનદ ઉપર પડી. બન્નેની નજર ભેગી થતાં રાજા વિક્રમે ધન