________________
૩૮૦.
વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય નકી એને પાક તારા બળદ ખાઇ જ ગયેલા; તેની શિક્ષા તારે સહન કરવી પડશે.” એમ કહીને મુસાફર પાસેથી બધી વસ્તુઓ દંડ કરીને પડાવી લીધી. રડતો કુટતે મુસાફર પિતાના ગામ તરફ ચાલ્યો ગયો. મુસાફરના ગયા પછી મંત્રીએ ખેડુત પાસેથી દંડીને તેની પાસે જે ધન હતું તે પડાવી લીધું, આવા અન્યાયી મંત્રીને જે રાજા વિચારમાં પડયો કે, “આ મારે શું ન્યાય કરશે? ફરિયાદ કરવા જઇશું ત્યારે વળી બકરું કાઢતાં પાછું ઉ. પેસી જશે"
વિકમ ત્યાંથી રાજદરબારમાં રાજાને ન્યાય જેવા આવ્યો. અન્યાયી રાજા સભામાં બેઠા હતા. રાજા વિક્રમ એ અન્યાયી રાજાનાં પરાક્રમ જેવા દરબારમાં આવ્યો તે વખતે એક ડોશી બાનાખતી આવી, “ફરિયાદ! ફરિયાદી
“શું છે તારી ફરિયાદી ” રાજાએ ડેસીને પૂછ્યું.
બાપુ! રાતના ગાવિંદ શેઠના મકાને મારો જુવાન કરે ખાતર પાડતાં એના ઘરની ભીંત કોચીને ઘરમાં પિસવા જતા હતા, તે વખતે એના ઘરની ભીંત એની ઉપર તુટી પડવાથી ત્યાં જ મરણ પામ્યો. હવે મારું શું થશે?”
ડોસીની ફરિયાદ સાંભળી રાજાએ કેટવાળને હુકમ કર્યો, “ગાવિંદ શેઠને બોલાવી અહીં હાજર કરો ! કેટવાળે ગાવિંદ શેઠને બેલાવી હાજર કર્યા.
“અરે શેઠ! આ ડોસીને છોકરે તારા ઘરમાં ચેરી કરવા આવેલ, તે ભીંત કેચતાં ત્યાં મરણ પામ્યો, તે તારા ઘરની ભીંત એવી કેવી ચણવી કે માણસે મારે છે ? એની શિક્ષા બદલ તારે ફાંસીએ જવું પડશે ! ” અન્યાયી રાજાની વાત સાંભળી વણિક વિચારમાં પડયો, “અરે, આ બેલામાંથી તે મારે છુટવું જોઈએ. આ તે રાજા, વાજા ને વાંદરાં.” આમ વિચાર કરી ગોવિંદ શેઠ બેલે,