________________
૩૨૨
વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય
પ્રકરણ ૩૯ મું.
નગરચર્ચા दुर्बलानामनाथानां, बालवृद्धतपस्वीनाम् ।
अन्यायैः परिभूतानां, सर्वेषां पार्थिवो गुरुः ।। ભાવાર્થ –દુબલ, અનાથ, બાલ, વૃદ્ધ, તપસ્વી અને અન્યાયથી પરાભવ પામેલા સર્વ લેકેનો આધાર રાજા છે, અર્થાત દુર્જનથી સર્વેનું રક્ષણ કરનાર જગતમાં રજા જ છે.
રાજા વિક્રમાદિત્ય રાજદરબાર ભરીને એક દિવસે બેઠા હતા. અનેક ખાટીમીઠી વાતે સભામાં ચાલી રહી હતી, ત્યાં પ્રતિહારીની રજા મેળવીને નગરનું મહાજન રાજસભામાં આવ્યું, “મહારાજ ! ફરિયાદ ! ફરિયાદ! આપના ન્યાથી રાજ્યમાં આ શે ઉત્પાત ?”
રાજાએ મહાજનને શાંતિથી બેસાડી નગરના ઉપાતની વાત પૂછી; “કહે તે ભલા! નગરમાં શું નવીન ઉત્પાત છે કાંઈ?'
બાપુ! નગરમાં કેઇક ચાર પેદા થાય છે. રોજ રાત પડે છે ને કેઈ ને કેઈનાં મકાન તુટે છે. ચેરે શાહુકારોના ધનમાલ લુંટે છે. 29
રાજાએ કેટવાલ સામે જોયું, “કેમ! આ શાહુકારે શું કહે છે? તમે સાંભળે છે ને? નગરની આવી વ્યવસ્થા કરે છે ને ? ”
“મહારાજ! એમની વાત ખરી છે. જેને પકડવા નિશા સમયે બધી ફેજ હું છુટી મુકી દઉં છું, પણ એ દુશે એવી ચાલાકીથી નગરીને લુંટે છે કે તેઓ સપડાતા જ નથી, ત્યાં ઉપાય શો? )