________________
વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય આ નગરમાં કે મનુષ્યપ્રાણુ જણાતું નથી તે શું ? ”
આ પુરૂષને જોઇ ખુશી થતી બાળા બેલી, “નત્તમ! તમે જતા રહે, નહિ તે દુષ્ટ રાક્ષસ આવી તમને મારી નાખશે. આ શ્રીપુરનગરના વિજય રાજાની હું ચંદ્રાવતી નામે રાજકન્યા છું, મારા સ્વરૂપમાં દીવાના બનેલા રાક્ષ મને એકને જ રાખીને સર્વને નગરીમાંથી નસાડી મુક્યાં છે. એના ભયથી નગરીના બધા લેકે ભાગી ગયા છે.”
બાળાની આ વાત સાંભળી વિકમ બે બાળા ! ભિય પામીશ નહિ. પણ એક વાત મને કહે કે તેના મૃત્યુને ઉપાય તું કાંઈ જાણે છે?
પિતાના વજદંડને ભૂમિ ઉપર મુકી જ્યારે એ દેવતાનું અર્ચન કરવા બેસે છે ત્યારે એ દંડને કોઈ ઉપાડી લે તે એ જીતી શકાય એમ છે. હવે એને આવવાને સમય થયો છે, તમે છુપાઈ જાઓ !” રાજકાળા ચંદ્રાવતીના કહેવાથી વિક્રમ ત્યાં જ છુપાઈ ગયે, ને પેલે રાક્ષસ અટ્ટહાસ્ય અને હુંકાર કરતો આવી પહોંચ્યો. “ અરે, અહી માણસની ગંધ આવે છે. બેલ! ક્યાં છે મારે શિકાર ? "
મારો શિકાર કરે! મારા સિવાય અહીં બીજું કેણુ છે તે! તારી પાસે મરવાને તે કેણ આવે?” બાળાના વચનથી રાક્ષસ શાંત થ.
પિતાના વજદંડને જમીન ઉપર છોડી અભિમાનથી, મદોન્મત્ત બનેલો રાક્ષસ સ્નાન કરી, પવિત્ર થઇ, દેવતાનું પૂજન કરવા બેઠે, વિકમે અચાનક પ્રગટ થાદ એ દૈત્યની પાસેથી પિલા વજદંડને ઉપાડી લીધે.
ઉઠ! ઉઠ ! મારી સાથે યુદ્ધ કર !” કઈ દિવસ નહિ સાંભળેલો શબ્દ સાંભળી રાક્ષસ ચમકયો, “હે ! આ કેઈ અભિમાનીને એના ગર્વનું ફળ આપવા દે.”