________________
વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય સેવકેના કહેવાથી રાજાએ અતિસારને પિતાની પાસે તેડાવી આમ્રવાટિકાને તાજી કરી નિત્ય ફળ આપતી કરવાને કહ્યું મતિસાર રાજા વિક્રમાદિત્યની સાથે વાટિકામાં આવ્યું.
ત્યાં વિક્રમાદિત્યે અગ્નિતાળની સહાયથી વાટિકાને તાજીને નિત્ય ફળ આપતી કરી દીધી. વિમે આપેલાં ફળ રાજાએ પિતાની જાતે ભક્ષણ કર્યા. તે પૂર્વેના જેવાં જ રસવાળાં અને સ્વાદિષ્ટ હોવાથી રાજા વિજય ખુશી થયો. શરત પ્રમાણે રાજકન્યા વિક્રમ સાથે પરણાવી, અધરાજ્ય આપ્યું. રાજા વિક્રમ મંત્રી સાથે અને નવી પરણેલી રાજકન્યા સાથે નિત્ય ફળ આપનાર આમ્રફળના બીજ લઇને પિતાને નગર આવ્યો. પેલા આમ્રફળના બીજને રાજાએ પોતાની રાજવાટિકામાં રોપાવ્યાં ને ત્યારથી ચા પણ પ્રતિદિવસ આમ્રફળનાં તાજાં ફળને સ્વાદ લેવા લાગ્યો.
રાજાએ એક દિવસે રાજસભામાં બ્રાહ્મણને બોલાવીને પૂછયું કે, “કહો, જગતમાં સુપાત્ર કેણ છે?”
અમારાથી વધુ સુપાત્ર જગતમાં બીજું કેણ છે? હંકારથી અભિમાનમાં રાચતા બ્રાહ્મણ બોલ્યા. અને તેઓ એકબીજાની સામે જોવા લાગ્યા.
તમને શું શું દાન આપવું ?” રાજાએ પૂછ્યું.
“દાનમાં આપવા લાયક ઘણું વસ્તુઓ છે. પૃથ્વી, ગાય, વસ્ત્ર. પાત્ર. આપણ અન્ન, વિગેરે અનેક વસ્તુઓનું બ્રાહ્મણને દાન કરી શકાય છે. અમને દાન આપ નાર પ્રાણીઓ ગતિએ જાય છે! ” બ્રાહ્મણે આ રીતે કહ્યું.
રાજાએ કહ્યું, “તીવ્ર તપથી કર્મોને જે હણે તે બ્રાહ્મણ કહેવાય. શરૂઆતમાં ભરત ચક્રવતી એ મર્યાદા બાંધી જેવા બ્રાહ્મણે કહ્યા છે તેવા તમે બધા છે કે કેમ ?' તે તમો કહે.”