________________
૩૬૮
વિક્રમચરિત્ર યાને કોટિલ્યવિજય કર્યો. વેતાલે હાજર થઇ અશ્વ ઉપરથી નાગકુમારના પુત્રને ઉપાડી છુપાવી દીધો ને બટુક વિક્રમને તે સ્થાને નાગકુમાર જેવું સ્વરૂપ કરીને ગોઠવી દીધો. અને તે મનોહર હાર કંકણ, બાજુબંધ ધારણ કરીને નાગકન્યા સાથે પાણિગ્રહણ કરવાને તે અધારૂઢ પણે ચાલ્યો. | સરોવરમાંથી સ્નાન કરી ત્રણે સખીઓ બહાર આવી: પણ બટુક જેવામાં આવ્યો નહિ, તેથી પોતાનાં વસ્ત્રોને ધારણ કરતી ખીલ થયેલી તે ત્રણે સખીઓ બટુકને શોધતી પાતાલનગરમાં આવી. ત્યાં ફરતી ફરતી નાગકુમાર સાથે નાગકુમારીને વિવાહ જેવાને ઉભી. વિવાહના ઉત્સવમાં આવેલી ત્રણે સખીઓને જોઈ વિક્રમે વૈતાળની સહા. યથી તેમને પિતાનું બટુક સ્વરૂપ દેખાડયું. આ બટુકને અહી જઈ ત્રણે આશ્ચર્યચકિત થઇ ગઈ. પછી તો વરના પિશા. કમાં બટુક પિતાના સ્થાનકે લગ્નમંડપમાં બેઠા હતા ત્યાં આ ત્રણે સખીઓ આવીને બોલી, “અરે બટુક! અમારા અને દંડ હરીને અહી નાગકન્યા પરણવા આવ્યો છે, એ તો ઠીક; પણ અમારા બન્ને દંડ અમને પાછા આપ, નહિ તે મેટા સંકટમાં તને અમે નાંખીશું, સમજ્યો?' હરિયાળી, ગામતી અને વિજ્યા આ ત્રણે હુંકાર કરતી બટુક સામે બોલવા : લાગી.
આ ત્રણે બાળાઓની વાણુ સાંભળી બટુક જરા હસ્યો, ને પોતાના મૂળ સ્વરૂપ વિકમ સ્વરૂપે ત્યાં પ્રગટ થયો. સાક્ષાત વિકમને જોઈ ત્રણે બાળાઓ લજજીત થઈ ગઈ અને બેલી, “અરે સ્વામિન્ ! અમારું પાણિગ્રહણ કરે ! ?
નાગકન્યાનો બાપ પણ વિક્રમને જે મનમાં અતિ પ્રસન્ન થયો. તેજ મુહૂર્ત વિક્રમે ચારે કન્યાઓનું સાથે પાણિગ્રહણ કર્યું. વરના પિતાએ વિક્રમરાજા પાસે આવીને