________________
૩૨
વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય એવી રીતે મૂખ પતિ સાથે એનો સંબંધ કરવાની અચાનક તક પણ પંડિતજીને મળી ગઈ.
પંડિત વેદગર્ભ ખડિયા પોટલા તૈયાર કરી અવંતીને રામરામ કરી એક દિવસે શુભ મુહૂર્ત જોઈ મંજરી માટે વર શેધવાને નીકળ્યો. ફરતા ફરતા વનમાં તૃષાથી પીડાતા તેને ગાયો ચારનાર એક પશુપાળ મળ્યો, “અરે ભાઈ! પાણી વિના મારે કંઠ સુકાઈ જાય છે.” આટલામાં ક્યાંય સરોવર છે?
“અરે મુસાફર! આટલામાં તે કયાંય પાછું નથી, પણ તૃષા લાગી હોય તો પાણુના બદલે દૂધ પીવા માટે કરચંડી તૈયાર કર !” પશુપાલ બેલ્યો.
પંડિત વેદગભ કરચંડીનો અર્થ શોધવા લાગ્યો, અલંકાર, કાવ્ય યાદ કર્યા, પણ કરચંડીને અર્થ સમજાય નહિ કે જડે નહિ. પંડિતને વિચારમાં પડેલે જે ગેવાળ બે, “શું વિચાર કરે છે? દૂધ પીવાની ઈચ્છા નથી કે શું ? ”
અરે ભાઈ, તમે કરચંડી કહ્યું એ શું ? ” પંડિતને પૂછવાથી ગોવાળ હસીને બોલ્યા, “તમે શહેરી લેકે કરચંડી કરવાનું પણ સમજતા નથી ? બે હાથને ખોબો કરી મેં આગળ લાવી હેઠે અડાડ, તેમાં હું દૂધ રેડીશ, તે પીને તૃપ્ત થા ! ” આ રીતે કહી ગોવાળે પંડિતની ભ્રમણા ભાંગી.
પંડિતે તરત જ કરચંડી કરીને દૂધ પી લીધું, ને પછી તે આ ગોવાળને સમજાવી પોતાના નગરમાં તેડી લાવે. છ માસ પર્વત પાસે રાખી શહેરની રીતભાત શીખવી, કાંઇક અભ્યાસ કરાવી આશીર્વાદ દેતાં શીખવ્યું. એક દિવસે સ્નાન કરાવી શુદ્ધ કરી ટીલાં ટપક વિગેરેથી ગવાળને