________________
પ્રકરણ ૪૪ મું
૩૬૯ પ્રાર્થના કરી, “મહારાજ ! મારા પુત્રને પ્રગટ કરે ! »
નાગની વિનંતિથી રાજાએ વૈતાલ પાસે તેનો પુત્ર મંગાવી નાગને અર્પણ કર્યો. નાગકુમારે પોતાની પુત્રી સુરસુંદરીને વિક્રમ સાથે પરણાવીને મણિદંડ ભેટ તરીકે આપે. ચંદ્રચુડ નાગકુમાર વિક્રમને પોતાના મકાને લઈ ગ, ને કમલની ઉપમા સરખી પોતાની કમલાકુમારી પુત્રી રાજા સાથે પરણાવીને કરિયાવરમાં પુષ્કળ ધન આપ્યું. પછી રાજા વિક્રમાદિત્ય ભૂમિસ્ફટકઠંડ, વિષાપહાર દંડ અને મણિદંડ એ ત્રણે દંડ સાથે તેમજ છ પ્રિયાએ સાથે પાતાલનગરીમાંથી ભૂમિસ્ફોટક દંડના પ્રભાવથી બહાર નીકળી પોતાની નગરી અવંતીમાં આવ્યો. નવીન સ્ત્રીઓને પરણુ લાવેલ હોવાથી રાજાએ મેટે મહોત્સવ કર્યો; દાનથી અનેકનાં દારિદ્રનો નાશ કર્યો. અને નાગદમનીને પેલા ત્રણે દંડ આપી છત્ર તૈયાર કરવાની સૂચના કરી.
નાગદમનીએ પંચદંડ વડે કરીને મનોહર છત્ર તૈયાર કર્યું. રત્નની પેટીમાંથી રત્નો લઈ છત્રને ફરતી નીચે જાળી ( ગુલ) મુકી દિધી. એવી રીતે નાગદમનીએ પોતાની બુદ્ધિથી પંચદંડવાળું છત્ર બનાવી દીધું. નિત્ય ફળ આપનાર આમ્રવાટિકામાં નાગદમનીએ સ્ફટિક પાષાણનું સુંદર સિંહાસન તૈયાર કરી તેની ઉપર પેલા પંચદંડવાળા છત્રની ગોઠવણ કરી. આગળ એક સુંદર સભા બનાવી. નાગદમનીની બુદ્ધિથી આમ્રવાટિકામાં મનોહર રચના–દિવ્ય સભા સિંહાસન સહિત તૈયાર થઈ ગઈ.
સારૂં મુહૂર્ત જોઈ રાજા વિક્રમાદિત્યે એ સિંહાસન ઉપર બેસી પંચદંડવાળું છત્ર ધારણ કર્યું. તે સમયે દીન યાચકને મેં માગ્યું દાન આપી તેણે સવને શ્રીમંત બનાવી દીધા. એ સિંહાસન ફરતી બત્રીસ પુતળીઓ ગોઠવેલી