________________
૩૬પ
પ્રકરણ ૪૪ મું
રાજાએ આવું પૂછ્યું એટલે બ્રાહ્મણે મહેમાંહે ખળભળવા લાગ્યા, “ આ રાજા આમ કેમ બેલે છે? ગાંડો થયો છે કે શું ? બ્રાહ્મણે મનમાં વિચાર કરતા લ્યા.
બ્રહ્મચર્ય પાળે તે બ્રાહ્મણ કહેવાય ! ” બ્રાહ્મણના એ મુખ્ય સૂત્રને ઉચ્ચાર કરતા રાજા છે.
રાજન ! એ તે સાપ ગયા ને લીસોટા રહી ગયા. આજના કાળ પ્રમાણે અમે પણ બ્રાહ્મણ જ કહેવાઈએ ! ” હુંકાર કરતા બ્રાહ્મણ બોલ્યા.
રાજાએ સેવકે પાસે કંઈક દાન માન અપાવી એ અભિમાનીને રવાના કર્યા. તે પછી રાજાએ સાધુઓને બેલાવી સપાત્ર માટે પૂછયું. રાજાના જવાબમાં સાધુઓ બેલ્યા, કે “હે રાજન ! જગતમાં કર્મગુરૂ અને ધર્મગુરૂ એ બને ગુરૂએ પાત્રદાનને યેગ્ય છે. જેઓ વિવાહ, શાંતિરાત્ર, જીનપૂજા, પ્રભાવના આદિ કર્મ કરાવે છે, તે કમગુરૂએ કહેવાય છે તેમજ પાપવ્યાપારથી રહિત, મહાવ્રતને ધારણ કરનારા, ધીર, ભિક્ષા માત્રથી આજીવિકા કરનારા, સામાયિકમાં સ્થિર રહેનારા અને નિરંતર ધર્મનો ઉપદેશ કરનાર ધર્મગુરૂઓ વિશેષ કરીને સુપાત્રને વેગ્ય છે. મોક્ષની અભિલાષા કરનારાઓએ આવા ઉત્તમ જનોને દાન કરવું પડ્યું છે.'
એ સાધુ પુરૂષની વાણી સાંભળી રાજા મનમાં ખુશી થ. “ખરેખર, દાન દેવાને યોગ્ય પાત્ર તે આ મુનિએજ છેજે પાપરહિત, અહંકાર વર્જિત, ને તપ કરવામાં હંમેશા તત્પર રહેનાર છે. વિચાર કરીને રાજાએ વસ્ત્ર, પાત્ર વગેરે મુનિઓને આપવા માંડયું. રાજાને દાન આપતા જઈ મુનિઓ બોલ્યા, “રાજન ! બાવીશ તીર્થકરના સમયમાં રાજપીંડ લેવાને આચાર હતો,