________________
૩પ૮
વિક્રમચરિત્ર યાને ટિવિજય છતાં, રાત્રીની વાત તેના હૈયામાંથી ભૂલાતી નહોતી. “એક દુષ્ટા સ્ત્રી પોતાને અને આ બધાને શું નાશ કરશે ? સમયને અનુસરીને હું પણ એવું કરીશ કે અમે બધા સુખી થઈએ ! ” વિક્રમે આ પ્રમાણે મનમાં દઢ વિચાર કર્યો. | વિક્રમાદિત્ય બીજે દિવસે સોમશર્મા પંડિત સાથે નદીએ સ્નાન કરવા ગયો. એકાંતને સમય પ્રાપ્ત થતાં વિક્રમે પૂછયું: “પંડિતજી ! આપ કયા ક્યા શાસ્ત્ર જાણે છે ?” વિદ્યાથીર વિક્રમની વાત સાંભળી પંડિત ગર્વથી બે , “લક્ષણશાસ્ત્ર, છેદશા શ્વ, વ્યાકરણ, ન્યાય ભાગ્ય, કાવ્ય, નાટક, ગણિત, તક અને ધર્મશાસ્ત્રાદિ સર્વેને વિષે મારી બુદ્ધિ અખલિત ચાલે છે.''
“ત્યારે આય એટલું જ કહોને કે મારું આયુષ્ય કેટલું છે ?
વિકમની વાણી સાંભળી દંગ પામેલા પંડિત તેની સામે જઇ રહ્યો, અને જરા વિચાર કરતા તે છે, તે તો હું નથી જાણતું ! )
ત્યારે હું કહું–તમારું આયુષ્ય કેટલું છે તે? ' “હા કહે ! ” આશ્ચર્ય પામતા પડિતે પૂછ્યું.
આવતી ચતુદશીની રાત્રીએ તમે અને તમારા સર્વે વિદ્યાથીએ મૃત્યુને પામી જો.” વિક્રમે ઉમાદેનું ચરિત્ર પણ પંડિતને કહી સંભળાવ્યું.
શું આ ખરી વાત છે? પંડૂિતે પૂછયું.
“તે તમે તમારી જાતે જ ખાતરી કરી લે. આજે સાંજે રાત્રીના સમયે તમારા મકાનની નજીક રહેલા પેલા વૃક્ષની પિલમાં પેસી જ ને બધું ચરિત્ર જોઇ લેજે.
પંડિતે મનમાં કંઈક નિશ્ચય કરી પ્રિયાના ચરિત્રને ભેદ પામવાને ઠરાવ કરી લીધો. દિવસ જેમ તેમ પૂરે કરી ત્રીને સમયે વૃક્ષની પિલમાં ભરાઇ તેણે રાત્રીનું એ