________________
પ્રકરણ ૪૩ મું
૩૫૭ એક એક વિદ્યાથી ભક્ષ માટે આપીશ. ને મારે પતિ તમારા ભક્ષ માટે તમને અર્પણ કરીશ ?
ઉમાદેની મધુર વાણુથી ક્ષેત્રપાલ કાંઈક ઠરે પડી તેણીને કહ્યું કે “ત્યારે હવે શી વાર છે?
કશી નહિ. તમે જે દિવસે કહો તે દિવસે બધી કહેલ સામગ્રી તૈયાર કરૂ!ઉમાદે બોલી.
તે આવતી કૃષ્ણ ચતુર્દશીના દિવસે તૈયાર કર !” ક્ષેત્રપાલે કહ્યું.
શી વિધિથી તૈયાર કરૂં? જરા સ્પષ્ટતાથી કહે ! ”
જે સાંભળ! આવતી ચતુર્દશીના દિવસે નિશાને સમયે ખાનગીમાં તારે મકાનની અંદર ચોસઠ મંડલ પૂરજે, ને એક તારા પતિનું મંડલ કરજે. કણવીરના કુલની માળા સવને પહેરાવજે. તેમના કપાલે તિલક કરી હાથે રક્ષાબંધન-નાડાછડી બાંધજે. એવી રીતે તૈયાર કરી પાંસઠનેય મંડલમાં બેસારી ભોજન કરાવજે. તે સમયે અમે આવીને એક એકનું ભોજન કરી લેશું." ક્ષેત્રપાલની વાણું સાંભળી ઉમાટે હાથ જોડી બોલી, “ગમે તેવી માયા કરીને પણ, હું તમે કહ્યું તે પ્રમાણે તે દિવસે જરૂર કરીશ.'
ક્ષેત્રપાલ અને ઉમાદેની વાતચીત અદૃશ્યપણે વિકમ પણ સાંભળતું હતું. ચૌદશનો દિવસ નક્કી કરી ઉમાદે જવાની તૈયારી કરવા લાગી. વિકમ પણ તરત જ આવીને વૃક્ષની પિલમાં ભરાઈ ગયે. હુંકાર કરતી ને દડને ભમાવતી ઉમાટે વૃક્ષ ઉપર ચડીને પોતાના મકાને આવી. પાછળથી ગુપચુપ વિક્રમ પણ પિલમાંથી બહાર નીકળી પિતાની પથારીમાં પડી ગયે. પોતાના અને સર્વે છાના મરણનો વિચાર કરતે વિકમ નિદ્રાવશ થઈ ગયે.
પ્રાતઃકાળે ઉઠેલા વિકમ પિતાના કાર્યમાં મશગુલ