________________
૩૫૬
વિક્રમચરિત્ર યાને કટિવિજય વિક્રમ આભો થઇ ગયો. એ જાગ્રત વિક્રમના જેતે છતે કેટલીકવારે એ વૃક્ષ પાછું આવીને પોતાની મૂળ જગાએ ગોઠવાઈ ગયું. વૃક્ષ ઉપરથી ઉતરી ઉમાદે પિતાના મકાનમાં આવી, દંડને ભમાવી, ત્રણવાર પતિની. શવ્યા ઉપર તાડન કરી પોતાની શયામાં પિટી ગઈ.
ઉમાદેના આ અદ્ભુત ચરિત્રનો વિચાર કરતો વિક્રમ આખો દિવસ પસાર કરી રાત્રીના સમયે એનું ચરિત્ર જાણવાને તૈયાર થઇ ગયો. પ્રહર રાત્રી ગયે થકે વિક્રમ પિતાની શયામાંથી ઉઠી એ વૃક્ષની પોલમાં ભરાઈ બેઠે; ઉમાટે પણ ઉડીને વૃક્ષની ઉપર ચડી આકાશમાર્ગે ચાલી જંબુ નદીપમાં આવી; હુંકાર કરતી વૃક્ષ ઉપરથી ઉતરી નિર્જરદેવીના મંદિરમાં દંડને ભરમાવતી આવી પહોંચી. વૃક્ષની પોલમાંથી નીકળેલ વિકમ પણ અદશ્યપણે ફરતો ઉમાદેની ચેષ્ટા જોવાને પછવાડે પછવાડે આવ્યું. નિરાદેવીને નમી ઉમાદે એની સ્તુતિ કરવા લાગી. હંમેશના નિયમ પ્રમાણે ચેસઠ યોગિની અને બાવન વીર આવીને પિતપોતાની જગાએ બેઠા. ઉમાદેએ અનુક્રમે સર્વને નમીને
સ્તુતિ કરી. ઉમાટે તરફ જઇને અરૂણલેચન ધારણ કરતે ક્ષેત્રપાલ બોલ્યો, “મારે આપેલ સર્વરદંડ ગ્રહણ કરીને તું હમેશાં મનગમતી જ કરે છે, પણ અમારા બલિ માટે તે હજી લગી તેં કાંઈ ગેડવણ પણ કરી નથી, સમજી ઉમા ! ”
ક્ષેત્રપાલનાં વચન સાંભળી ઉમા ભય પામતી બેલી, “દેવ ! તમારા બલિની તૈયારીમાં જ છું, આજ સુધી સામગ્રી અધુરી હતી તે ભાગ્ય થકી હવે પૂર્ણ થઇ છે.. બત્રીસ લક્ષણને ધારણ કરનારા ચાસઠ વિદ્યાથીએ હાલ મારી પાઠશાળામાં અભ્યાસ કરે છે. એક એક ગણીને