________________
૩૨૮
વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય
--
-
-
--
--
-
-
--
-
પ્રકરણ ૪૦ મું
ચેરનિગ્રહ “ચારી ચઢતાં લાજ નહિ, ચેરી કરતાં લાજ
રાની પરણે રાજ નહિ, રાની પરણે રાજ.”
પ્રાત:કાળે રાજાને ભંડારી આવીને જુએ તે તાળાં તુટેલાં ને મેટું ખાતર પડેલું જોયું. ભંડારી આશ્ચર્ય પામે, “આ મજબૂત ચેકીપહેરામાં આવીને જે માણસે ખાતર પાડયું તે નક્કી વિદ્યાસિદ્ધ હેવો જોઈએ. મનમાં વિચાર કરી ભંડારીએ તપાસ કરવા માંડી, તે રત્નના ભંડારમાંથી રત્નની પાંચ પેટી ગુમ થઈ ગયેલી જણાઈ
આહ ! પાંચ પિટી! તેય રત્નની? રાજાને એનો ક્યાં ખોટ છે? એ ચાર તે નહિ પકડાય ! ને હવે પકડાય પણ શી રીતે? બિચારે તલારક્ષક! એના હવે બાર વાગવાના ! હું પિકાર પાડું એટલી જ વાર ! પણ પાંચને બદલે છ કરી હોય તે મારું પણ કામ થાયને ! આવી તક વારંવાર કાંઇ મળે છે? આજે ભગવાન મારી ઉપર કુરબાન છે– મહેરબાન છે. મળેલી તક તે મુર્નાએ જે ગુમાવે.”
આમ વિચારી ભંડારીએ રત્નની એક પેટી આઘીપાછી કરી રાજસભામાં મોટેથી પોકાર પાડ, મહારાજ! ફરિયાદ ! ફરિપાદ ! ચારી! શરી! ભંડારમાંથી છ પેટીઓ ચેરાઈ ગઈ છે.” ભંડારીની બુમ સાંભળી રાજા ચમક; કેટવાલ સામે નજર કરી. “અરે, તલારક્ષક આ શું ? મારા મહેલની પણ તું આવી ચકી કરે છે? ચેરે તે માટે રાજમહેલ પણ લુંટચોરને નહિ પકડીશ તે ચારનો દંડ-શિક્ષા તને કરવામાં આવશે. માટે ગમે તેમ કરી ચોરને સત્વર શોધી લાવ!” તલારક્ષકને રાજઆજ્ઞા થઈ.