________________
૩૪૦
વિક્રમચરિત્ર યાને કોટિલ્યવિજય
''
'
“ હું બલિ વગેરે આપી તને પ્રસન્ન કરીશ; તારી પૂજા કરીશ, ઝટ કહે ! એવા કયા ઉપાય છે કે દેવક્રમની જીતા જાય ? ” નિશ્ચયપૂર્વક આ માનવીનુ એલવું સાંભળી ક્ષેત્રપાળ વિચારમાં પડયો, જ્ઞાનથી એણે જાણ્યું કે પેાતાને પૂછનાર રાજા પાતે જ છે. એ જાણ્યા પછી ક્ષેત્રપાલ મેલ્યા, “ રાજન ! તમે આની સાથે યુદ્ધ આર્ ભીને સારૂ તે નથી જ કર્યુ. દેવા પણ એની સામે શકાની નજરે જુએ છે, જ્યારે તમે તેની સાથે વિશ્વાસપૂર્વક શ્રુત ખેલા છે, એ આછી ભયંકર વાત છે ? '
''
“ જે વાત બની ગઈ તે મની, હવે તેના શાક કરવે નકામા છે. હવે તા કાઈ પણ ઉપાયે એને જીતવી જ જોઇએ, અને એ ઉપાય હે ક્ષેત્રપાળ ! જો તમે જાણતા હો તેા મને બતાવો !”
“ અનેક પ્રકારની વૃક્ષરાજીથી શાભતા સિકેાત્તર પર્વત ઉપર સિદ્ધસિકેાત્તરીદેવીના રમણીય મંદિર-ભુવનમાં આવતી કૃષ્ણ ચતુર્દશીની રાત્રીએ ત્યાં સ્વયં ઇંદ્ર આવશે તેમજ બીજા પણ અનેક દેવગણ આવશે. તેમની સમક્ષ દેવદમની અદ્ભુત નૃત્ય કરો, તે સમયે તમારે ત્યાં જવુ અને એ અદ્ભુત નાટયરસમાં મશગુલ થયેલી જૈવમનીને શક્ર જે કાંઇ ભેટ આપે તે ત્રણે ભેટા તમારે વચમાંથી હરી લેવી. બીજે દિવસે ચાપાટ રમવા સમયે રમતાં રમતાં રાતની વાત કહી, સભળાવીને એને એક એક ભેટ બતાવવી. પેાતાની ભેટા જોવાથી તે રાતની વાત સાંભળવાથી દેવદમની ક્ષોભ પામી જશે, તે ત્રણે વખત તે તમારાથી હારી જશે. તેને જીતવા માટે આ એક જ ઉપાય છે,રાજન્ !” રાજાને દેવદમનીને જીતવાનો ઉપાય સૂચવી ક્ષેત્રપાલ ચાલ્યો ગયો. પાતાનું કાર્ય સિદ્ધ થવાથી રાજા પણ રાજમહેલમાં આવી નિશ્ચિતપણે પોઢી ગયા.