________________
૩૫૧
પ્રકરણ ૪૨ મું આવીને બોલી, “અરે! જે તું મને બળાત્કારે આવા નીચ પુરૂષોને હવાલે કરીશ તો રાજાની આગળ હું તારી ફરિયાદ કરીશ. હું તો હવે ફક્ત કષ્ટભક્ષણ કરીશ.”
રૂપશ્રીએ વિચાર કર્યો, “ભલેને કાષ્ટભક્ષણ કરે! રત્નની પેટી તે મને પચશે જ. પછી આ ભલેને મરે ! ” મનમાં વિચાર કરી રાજા પાસે આવી તેણે રજા માગી. રાજાની રજા મેળવી રૂપશ્રીએ વાછત્ર વગડાવ્યા ને ઠાઠમાપૂર્વક લક્ષ્મીને શણગારીને નદીને કાંઠે ચાલી. લક્ષ્મીનો વરઘોડો ફરતે ફરતે રાજમહેલ આગળથી પસાર થયું. રાજા આ બાળાનું સ્વરૂપ જોઈ ચમકે. એણે બાળાને પોતાની પાસે બેલાવી પૂછયું, “હે વત્સ! તું કોની પુત્રી છે? શું રૂપશ્રીની પુત્રી છે? – રાજાનાં વચન સાંભળી બાળા લક્ષ્મી બેલી, “મહારાજ! રૂપશ્રી મારી માતા નથી. એણે તે બળાત્કારે મને પકડી મારું સર્વનાશ કર્યું છે, પણ શું કરું? આ નગરમાં દીન અને દુ:ખીનું રક્ષણ કરનાર કેઇ માજા પુરૂષ ન હોય ત્યારે હું કાષ્ટભક્ષણ ન કરે તે બીજું કરે પણ શું ? બાળ લક્ષ્મીની વાણુ સાંભળી રાજા ચમક, “અરે આ શું? હું ન્યાયથી પૃથ્વીને પાછું છું છતાં બાળા! તું આ શું કહે છે?
હું સત્ય કહું છું, રાજન ! રૂપશ્રીએ મારું સર્વસ્વ નાશ કર્યું છે, અને ઉપરથી અગ્નિમાં હું બળી મરે એ તે ક્યાંનો ન્યાય ? ”
તું આ નગરમાં શી રીતે આવી ત્યારે તારે માતપિતા કેણ છે? ”
રાજાના પૂછવાથી કન્યા બોલી, “મહારાજ ! જે પુરૂષ મને તામ્રલિમીનગરથી અહીં લાવ્યો છે તે પુરુષ મને નગર બહાર મૂકીને શહેરમાં ભોજન લેવા ગયે; પછ