________________
૩પ૦
વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય રૂપશ્રીએ જાણ્યું કે આ વી સીધેસીધી માન નહિ, માટે એને તે ભેખડે જ ભરાવા દે. એની મેળે સીધી દોર થઈ જશે. આથી હંમેશાં આવતા ફજદારના છોકરાને એલાવી એ બાળાને સોંપી દીધી, “જે મદનસિંહ! આ બાળ તને સેંપું છું. તારે એની સાથે પરણવું હોય તે પરણ અથવા તેને રખાત રાખ !” રૂપશ્રીએ એને ભળાવીને તરતજ પિતાના ખંડમાં ચાલી ગઈ. રૂપશ્રીના ગયા પછી મદન તે બાળાને જોઈને બોલ્યા, “બાળા ! કાલે તને હું જરૂર પરણીશ. મારા ઘેર લઈ જઈશ. આજનો દિવસ તું સુખેથી અહીં રહે! ઉપરની ભૂમિકાએ બાળાને છોડી મદન નીચે આવ્યું. રૂપશ્રીને મળી બધી વાત કરી. એની સંભાળ રાખવાની ભલામણ કરી પિતાના ઘર તરફ જવા નીકળે. નીચે આવી બાળકે રમતા હતા તેની પાસે તે આવ્યો, બાળકે એક મકાનની ભીંતે રહેલા એક કાચંડાને ઢેફાં મારતા હતા ને શરત બકતા હતા, પણ કોઈનુ ઢેફ કાચંડાને સ્પણ કરતું નહિ. તેમની વચમાં મદન આવીને બાંહ્ય ચડાવી છે, “જુઓ, મારી ભૂજાનું બળ ! ” એમ કહી એક માટીના ઢેફાથી કાચંડાને નીચે પાડી નાખે ને અભિમાનથી
, “મારા જે જગતમાં કેણુ બળવાન છે?
ઉપર ગવાક્ષમાં રહેલી લક્ષમીવતીએ આ પુરૂષની વાણી સાંભળી જુગારી સાથે એની સરખામણી કરી, “કયાં કુંજર ને કયાં ગધેડે ? કયાં હંસ ને ક્યાં કાગડે? કયાં સિંહ ને કયાં બકરું? કયાં સાગર ને ક્યાં ખાબેચિયું? આ નીચ માણસ સ્વલ્પ બળને પણ જીરવી શક્તા નથી. અરે ! દુષ્ટ વિધિ તું પણ મારી શી કદથના કરે છે! આના કરતાં તે કાષ્ઠભક્ષણ શું ખોટું? એ જુગારી હવે મને ક્યાં મળવાનો હતો ? મનમાં વિચાર કરી રૂપશ્રી પાસે