________________
૩૫૩
પ્રકરણ ૪ર મું
મહારાજ! મારી મૂર્ખતાની મને ક્ષમા કરે !' લક્ષ્મીપુર રાજા સિંહ છે. “મેં આપની માટી અવજ્ઞા કરી છે.” સિંહ સેવકે એ પુરૂષના ચરણમાં પડી ક્ષમા માગી. એ પુરૂષ તે અવંતીરાજ વિક્રમાદિત્ય પોતે હતા, પંચદંડના છત્રની જાળી માટે, રત્નની પેટી લેવાને નાગદમનીએ રાજાને તામ્રલિમીનગરીએ મોકલેલે, તે રત્નપેટી સાથે રાજબાળાને લઈને અહીં આવ્યું હતું. પછી તે સિંહ રાજાએ સિપાઇઓ પાસે રૂપશ્રીને પકડાવી, રત્નની પેટી મંગાવી, મહારાજા વિક્રમાદિત્યના ચરણમાં ધરી. પિતાને પતિ બીજો કે હાય, પણ અવંતીરાજ વિક્રમાદિત્ય પિતજ હતો; પછી તે. લક્ષ્મીના આનંદને કાંઈ પાર રહે!
સિંહનો સત્કાર કરી રાજા વિક્રમ રત્નની પેટી અને લક્ષ્મીવતીને લઈ પિતાના નગરમાં આવી પહોં; અને પ્રિયા લક્ષ્મીવતીને રિદ્ધિસમૃદ્ધિ સહિત સાતભૂમિકાવાળે પ્રાસાદ અર્પણ કર્યો અને નાગદમનીને મળી રત્નની પેટી અર્પણ કરી કહ્યું; “નાગદમની! લે, આ રત્નની પિટી! ને તું કહેતી હતી તેમ તેનું તું છત્ર બનાવ!”
“રાજન ! આ રત્નોથી છત્ર બનશે નહિ, પણ આ તે છત્રને ફરતી જાળી માટે ઉપયોગી છે. હજી બીજું એક કામ કરે ! ”
“અને તે કામ ? ' રાજાએ નાગદમનીને આતુરતાથી પૂછ્યું.
“પારક નગરમાં સામશર્મા બ્રાહ્મણની ઉમદે નાચે પ્રિયાનું ચરિત્ર જાણીને આવો.” નાગદમનીની વાણુ સાંભળી રાજા ત્યાં જવાને તૈયાર થ.
૨૩