________________
३४८
વિક્રમચરિત્ર યાને કૌટિલ વિજય થતાં બાળા ચમકી ને પુરૂષને ફરીથી જગાડો તરતજ એણે શબ્દને અનુસારે બીજું બાણ ચડાવીને છોડી દીધું ને સૂઇ ગયો. પછી તે એ બાળ પણ આંખમાં નિદ્રા ભરાવાથી એ પુરૂષના શરીર ઉપર ઢળી પડી.
પ્રાતઃકાળના સૂર્યને ઉદય થતાં સૂર્યની એ રક્તલાલીમય પ્રભાએ એ બન્નેને જગાડયાં. નિદ્રામાંથી તરતનાં જાગ્રત થયેલાં એ બન્ને પ્રાણુઓ બે ચાળતાં એક બીજાની સામે જોઈ જરાક હસ્યાં.
બાળ ! રાત્રીએ બહુ ભય લાગતું હતું કે ?” રાજાએ પૂછ્યું.
“તમારા જેવા જુગારી પાસે રહેવામાં ભય નહિ કે?” રાજકન્યા બેલી.
“જરૂર! નહિ કેમ? પણ મારા પિલાં બે બાણ કરી દિશા તરફ ગયાં?”
બાળા બેલી, “મને ખબર છે, લાવી દઉં, મા જુગારી!” “હા! ” એમ કહી પુરૂષ હસ્યો
બાળ લક્ષ્મી જે દિશા તરફ બાણ છોડેલાં હતાં તે દિશા તરફ ચાલી. થોડીક આગળ ગઇ તે ત્યાં સિંહ અને વાઘને મરેલા જોયા. તેમના મુખમાંથી બાણ ખેંચી કાઢી વિચારમાં પડેલી બાળ લક્ષ્મી બાણ લઈને પાછી ફરી, અને તે બાણે પુરૂષને આવ્યાં: “લ્યો જુગારીજી! ”
જુગારીએ એ બને બાણ ભાથામાં નાખી બાળાને કહ્યું, “મારા આ કાર્યની વાત તારે કેઈની આગળ કહેવી નહિ. આપણે જુગારીને આવું પરાક્રમ ન હોય!”
માથું ધુણાવી બાળાએ જુગારીની વાત મંજુર કરી. પછી સાંઢણી ઉપર સ્વાર થઇ બન્નેએ મુસાફરી આગળ શરૂ કરી એ ભયંકર અટવીનું ઉલ્લંઘન કરી એ પુરૂષ