________________
૩૪૬
વિક્રમચરિત્ર યાને કોટિવિજય પેટીને લઈને તમે પહેલાં નીચે ઉતરે તમારી પાછળ હું પણ ઝટ આવું છું.' એમ કહી બાળ રત્નની પેટી લેવા પાછી ફરી, પણ પેટી મળે નહિ. “અંદરના બીજા ખંડમાં તો નથી ને ? એમ માની બાળા બીજા ખંડમાં આવી પેટી શેધવા લાગી.
પેલા પુરૂષે આ તક સાધી લીધી. ઝટ અગ્નિતાલનું સ્મરણ કર્યું. હાજર થયેલ વૈતાળ રાજાના કહેવાથી ભીમકુમારને એના રાજ્યમાં ઉપાડી ગયે, ને તેની જગ્યાએ પેલો પુરૂષ ગોઠવાઈ ગયો. બાળાને પાછી ફરેલી જોઈ પેલે પુરૂષ બોલ્યો, “ચાલે ! ચાલે! પેટી તે અહીં જ હતી ને! * પિલા પુરૂષે પિટી બતાવી એટલે બાળા ખુશી થઈ અને બન્ને એકબીજાની પછવાડે નીચે ઉતરી સાંઢણી પર સ્વાર થઈ રસ્તે પડ્યાં. એ પેટી લેવા આવેલા પુરૂષને રત્નની પેટી અને ઉપરથી કન્યાને પણ લાભ થ. ઉયિનીને ઉદ્દેશીને સાંઢણુ જતી હોવાથી બાળા લક્ષ્મી ચમકી, “સ્વામી ! આપણે તો પૂર્વ દિશા તરફ જવાનું છે! તે તો દક્ષિણ દિશા તરફ કયાં જાઓ છો?”
અરે બાળા! સાંભળ! ભીમની પલ્લી તરફ આપણે જઈએ છીએ. ત્યાને અધિપતિ ભીલ્લ ભીમનામે એક પુરૂષ અનેક નટ, વિટ, લુચ્ચા, લફંગાઓની સાથે રહે છે. તેની સાથે જુગાર રમતાં હું પ્રવે એક કન્યા અને પુષ્કળ દ્રવ્ય હારી ગયેલ છું, તેથી આ રત્નપેટી અને તને ભીમરાજાને આપીને હું કન્યા અને દ્રવ્યના ઋણમાંથી મુક્ત થઈશ.” એ પ્રમાણે પુરૂષની વાત સાંભળી લક્ષ્મી ભયભીત થઈ ગઈ, “અરે આ શું ? આ પુરૂષ કેણ? પેલે ભીમકુમાર ક્યાં જતો રહ્યો ? એને બદલે આ તે કઈ બીજે પુ! અરે દુદેવ! આ તે શું કર્યું?” આ પ્રમાણે બાળા