________________
૩૪૪
વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય માણસ થકી પણ ઉત્તમ વિદ્યા ગ્રહણ કરવી: તેવી રીતે નીચ કુળમાં પણ ઉત્તમ સ્ત્રીરત્ન હોય તે ઉત્તમ પુરૂષે તે ગ્રહણ કરવી.
શ્રી પ્રાયે સળી વાકડી, મત કરે કોઈ વિશ્વાસ, માથે ઘર ચઢાવી કરી, પીછે દીયે ગળે પાસ. »
પ્રકરણ ૪ર મું
રત્નની પેટી ત્રિયા અપાવે તેજને, ત્રિયા કરાવે રાજ; ત્રિયા પલકમાં પ્રાણ લે, મહિલા મતલબબાજ.”
“આજે ઉજાણી છે કે શું ? નગરની બહાર કેઈરસે કરી રહ્યા છે, કે હરીફરી રહ્યા છે, લોકો બધા આનંદમાં મહાલી રહ્યા છે, આ શું ? ” તામ્રલિમીનગરીની બહાર લેકેને ભિન્ન ભિન્ન પ્રવૃત્તિવાળા જોઈ મનમાં વિચાર કરતે એક સુંદર પુરૂષ કૌતુકથી જોઈ રહ્યો.
અરે ભાઇ, આ શું છે?” તેણે એક માણસને કુતુહલવૃત્તિથી પૂછ્યું.
“તમે કે પરદેશી જણાઓ છે, જેથી આ નગરીના વ્યવહારને જાણતા નથી. અમારે તો રેજને આ વ્યવસાય છે, ભાઈ !” તે નગરના એક નાગરિકે કહ્યું
“તેનું કારણ? શું તમારે ઘરબાર નથી કે નગરી બહાર રાંધી ખાવું પડે છે? સારી નગરીને તેમ કરવું પડે છે? તે પુરૂષે પૂછયું.
અરે ભાઈ! આ તાલિપ્રિનગરના રાજ ચંદ્રભુપે પુષ્કળ ધનને વ્યય કરી આ નગરીને એવી તે અનુપમ સુંદર બનાવી દીધી છે, કે જેથી આ નગરના મકાનના