________________
૩૩ર
વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય લીધા! શું વિક્રમના રાજ્યમાં વગર ગુહે માણસને પકડી શકાય છે, અને ગુન્હા વગર દંડી શકાય છે ?
તમે ગુન્હેગાર છે કે નહિ, એ બધું તમે મહારાજને કહેજે. તમને રાજાની સમક્ષ હાજર કરવાના છે! કેટવાલની વાણુ સાંભળી ચોર ઠંડાગાર થઈ ગયા.
સિંહ કોટવાલે ચારે પુરૂષોને સજાની સમક્ષ હાજર ર્યા. એમને જોતાં જ રાજાએ ઓળખી લીધા ને કહ્યું: “પેલી રત્નની પેટીઓ લઈ ગયા છે તે મારે હવાલે કરવા આપી જાઓ! »
“મહારાજ, પેટીએ શું ને વાત શી? અમે તે જાણતા નથી. શું અમે ચોર છીએ કે મહારાજ આપ આ રીતે અમને કહે છે? અમારી જાતનું આપ લીલામ કરે છે!” પેલા ચોરે બેલ્યા.
રાજાએ એમને શૂળી ઉપર ચઢાવવાને તલાક્ષકને હુકમ આપે. તલાલક એ ચારેને લઈ શુલિ તરફ ચાલ્ય. માર્ગમાં પેલો ત્રીજે ચાર બેલ્યો, “બંધુઓ! આજ આપણે રાતવાળે પ્રજાપાલ ! રાત્રે જે પ્રજાપાલને શબ્દ હત, તેજ શબ્દ રાજાનો શબ્દ સાથે મળતો આવે છે, માટે નક્કી રાજાએ જ આપણને ઠગ્યા છે.”
અરે! બજારમાં શિયાળને શબ્દ સાંભળી મેં કહ્યું કે ભાગો, પણ કેઇ નાઠા નહિ ને એના કારસ્તાનમાં આપણે હેશિયાર હેવા છતાં સપડાઈ ગયા. *
બધાએ વિચાર કરી કેટવાલને કહ્યું, “ અમને ફરીથી રાજા પાસે હાજર કર, એટલે અમે રાજાને પેટીઓ સોંપી દઇએ! ) આથી સિંહે તેમને રાજા આગળ હાજર કર્યો. ચિરોએ ચારે પેટીઓ રાજાને સ્વાધીન કરી. ચારે પેટીઓ જોઈ વિક્રમાદિત્ય ગમ્યું: “બીજી બે પિટી લા !''