________________
૩૩૦
વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય ત્યારે હવે ! ” રાજાએ પૂછ્યું.
“હવે શું બાપુ! મારાં ઘરબાર માલમિલ્કત આપ લઈ લ્યો, ને અમને જીવતાં છો તે અમો પરદેશમાં જઈ રેટલો રળી ખાઈએ !'
સિંહ કેટવાલની ગદ્ગદિત વાણી સાંભળી રાજાએ તેના તરફ જોયું, અને કહ્યું “પણ મારી રત્નની પેટીઓ ગઈ છે તેનું શું ? ”
કૃપાનાથ ! અખંડ ચોકી પહેરે આપના મહેલ ફરતે રહે છે. આખી રાત સાવધાન પણે ચોકી કરવા છતાં આ બધું શી રીતે બન્યુ; પ્રભે! એની સમજ પણ મને પડથી નથી. વળી ચોરને પત્તોય લાગતો નથી. બાપુ! એને બદલે અમારું સર્વસ્વ આપ હરી લઈ અમને જીવનભિક્ષા આપે ! ચીંથરેહાલ એવા અમને મુક્ત કરી અમારા કષ્ટ કાપ !” સિંહ કેટવાલે આ પ્રમાણે આજીજી કરવા માંડી.
સિંહ કેટવાલની શુદ્ધ અંતઃકરણ પૂર્વકની ભક્તિવાળી વાણુ સાંભળી રાજા બોલે, “સિંહ ! ભય પામીશ નહિ. સ્વસ્થ થા, હિંમત રાખ, ચોરને પડવાની એક યુક્તિ બતાવું છું તે તું અજમાવ, અને ચોરને પકડી મારી આગળ હાજર કર.'
રાજાની વાણી સાંભળી સિંહ તે આ જ થઈ ગયે. “રાજા તે મારી મશ્કરી કરે છે કે છે શું ? ક્ષત ઉપર ક્ષાર નાખી રાજા અને કેણ જાણે બાળે છે કે શું ?
ગદગદિત સ્વરે કેટવાલ બોલ્યું. “મહારાજ! ”
“સાંભળ, રત્નચોકમાં જા. ત્યાં આગળ માણેકચોકમાં ચાર માણસે સામાન્ય વેષમાં તારા જોવામાં આવશે. ત્યાં આવા માણસો તો અનેક હશે, પણ જેના હાથમાં ફલ (બિજાર) હેય, એવા એક જ જાતના ફલવાળા એ ચારે માણસને પકડી મારી પાસે હાજર કર.” રાજાની આજ્ઞા સાંભળી