________________
પ્રકરણ ૪૧ મું
૩૭ તે વાત તું રાજાની આગળ કહેજે. મોકલે છે કે નહિ ? નહિ મોકલે તો પકડી જઈશું. રાજાને અમને હુકમ છે, નાગદમની ! )
ચાલે ભાઈઓ ! ત્યારે હું આવું છું, રાજાને જવાબ આપવા ! ” મનમાં કંઈક ભય પામતી અને નિરાશ થતી નાગદમનીએ જવાબ આપે, અને રાજસેવકે સાથે જવાને તૈયાર થઈ. રાજસેવકએ નાગદમનીને રાજાની આગળ હાજર કરી.
“કૃપાનાથ! ધર્માવતાર! આપ તે ધર્મના અવતાર છે. બાળકના બોલવા તરફ આપ ન જુઓ ! મૂર્ખ બાળકની વાણી સાંભળી આપ કેપ કરે તે પછી અમારી શી દશા થાય, મહારાજ ! ” નાગદમની રાજની આગળ હાથ જોડીને ઉપર મુજબ બેલી.
“તારી પુત્રીએ પંચદંડની વાત કહી, તે હું જાણવા માગું છું. એ પંચદંડ કયા છે? અને તે શી રીતે મળે? તે સંબંધી તું જાણતી હેય એટલું તે મને કહે ! ”
રાજાની વાત સાંભળી નાગદમની બેલી “મહારાજ! જે આપને પંચદંડના છત્રની જરૂર હોય તો પ્રથમ એક કઠિન શરત પૂરી કરવી પડશે. એ શરતમાં આપ જીતશે તે જ પંચદંડની હકીકત આપ જાણી શકશે, અન્યથા નહિ.” નાગદમનીએ કહ્યું.
“અને તે તારી શરત? ” રાજા વિક્રમે નાગદમનીને આતુરતાથી પૂછયું.
શરત એ કે એક નવીન ઘતમંડપ તૈયાર કરાવે. એ ઘુતમંડપમાં મને સાક્ષી રાખીને મારી પુત્રીને તમે સેગઠાબાજી (વ્રજ) રમીને ત્રણ વાર હરાવ. તમારી સાથે રમતાં જે ત્રણ વખત તે હારી જાય તો તેની સાથે