________________
૩૩૬
વિક્રમચરિત્ર યાને કૌટિલ વિજય મહારાજ! ઘાંચીનીવાડીમાં નાગદમની ઘાંચણ રહે છે તેની દેવદમની નામે એ તનયા છે. એને માટે લાકમાં અનેક તરેહની કવાયકા સંભળાય છે, મહારાજ !”
રાજન ! માથે શું પંચદંડવાળું છત્ર છે કે બગડી જશે, એગ તેણે કેમ કહ્યું? શું જગતમાં પાંચદંડવાળું છત્ર હેતું હશે. મત્રીજી!
“મહારાજ ! એ પંચદંડની વાત તે એ જ જાણે! એ વિચિત્ર સ્વભાવની છોકરી છે. કોણ જાણે એણે કેમ એમ કહ્યું હશે !”
ભત્રીને જવાબ સાંભળી રાજાએ દેવદમનીને હાજર કરવા રાજસેવકને હુકમ કર્યો. રાજસેવકે નાગદમનીના મકાન આગળ આવી બોલ્યા, “અરે નાગદમની ! તારી પુત્રી દેવદમનીને રાજા બોલાવે છે.”
“મારી પુત્રીને! મારી પુત્રીને શા માટે રાજા લાવે છે? મારી પુત્રી છે ગુનો કર્યો છે કે રાજા તેને બેલાવે છે?” પિતાને આંગણે રાજસેવકને જોઈ નાગદમની આભી થઈ ગઈ. એના મનમાં તો અનેક ગડભાંગ થઇ ગઈ.
“અરે નાગદમનીબાઈ ! રાજાને તે વળી બીજું શું કામ હોય? તમારી દીકરીએ પાંચ દંડનું છત્ર રાજાને મસ્તકે છે? એમ કહેલું, તે એને ખુલાસે પુછવા રાજા એને બેલાવે છે. માટે ઝટ મોકલે ! નહિ તો રાજા અમારા ઉપર ગુસ્સે થશે.”
અરે ભાઈ! એવાં બાળકોની વાણી સાંભળીને રાજા જેને તેને પકડી મંગાવશે તો આ રાજમાં રહેવાશે
શી રીતે ? બાળકને કાંઈ બુદ્ધિ હેતી નથી. એ તે ગમે તે બેલે, પણ મહારાજને કહે કે આપ તે માબાપ છો ! અન્નદાતા છે ! બાળકના બોલવા તરફ આપ ન જુઓ !'
નાગદમનીનું કથન સાંભળીને રાજસેવકે બોલ્યા,