________________
૩૩૪
વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય
તમે મારા આ છેા, તા તમારી પાસે એક વસ્તુ
59
માગું છું.
6c
મહારાજ ! ચોરી કરવા સિવાય બીજી કાંઇ પણ ભાગા ! ” ચોરોએ કહ્યું, “હું એજ માગું છું કે આ ભવ અને પરભવમાં દુઃખ આપનારી ચોરીના તમે ત્યાગ કરો ! આ ભવમાં તમે મારા ધીખાને પડશેા અથવા રાળીએ જશે, તે પરભવમાં નરકની અનેક યાતના ભાગવો, માટે એ પાપના તમે ત્યાગ કરે !
.
રાજાના ઉપદેશથી એ ચારે ચોરોએ ચોરીના ત્યાગ કર્યાં. રાજાએ એમને ચોરીનો–ત્રીજા વ્રતનો નિયમ કરાવ્યે; એ નિયમ દૃઢ રીતે પાળવાને માટે ભલામણ કરી, અને તેમને પેાતાના રાજ્યમાં મેટા અધિકારે નીમ્યા. જેથી ચોર પણ પેાતાને ચોરીનો ધંધો છોડીને સુખી થયા. અને ચોરોના ત્રાસથી અવંતીનગરી મુક્ત થઇ. પેાતાના નિયમમાં દૃઢ રહેતા એ ચારેની રાજાએ પરીક્ષા કરી; જેથી સંતોષ પામીને રાજાએ દરેકને સા સા ગામ ઇનામમાં આપ્યાં.
એક વખતના ચોર અત્યારે રાજ્યના માનિતા થયા; એટલે ગ્રામાધિપતિ થયા. એક વખતનો ચોર અને ભયંકર ડાકું ગણાતા માણસ સમયને લઇને મોટા શાહુકાર અને પ્રમાણિક બની જાય છે. આ જગતનો સ્વભાવ જ એવો પરિવર્તનશીલ છે કે એક વખતનો રાજા સમય આવતાં રક—ભિખારી બની જાય છે: શાહુકાર ચાર બની જાય છે; ડાહ્યો ગણાતા માણસ ગાંડા થઇ જાય છે; જ્યારે જગતમાં મૂર્ખ તરીકે ગણાતા સમયને લઇને વિદ્વાન પંડિત બની જાય છે. સમયને લને જગતમાં શું ફેરફાર નથી થઇ શકતા ?
“ ઠગ જીતાય માદથી, ન્યાયે ન્યાચી છતાય;
જ્યાં જેવાં ત્યાં તેવા થવુ, એ જ ણિક વિદ્યાય,’