________________
પ્રકરણ ૩૯ મું
૩૨૩ કેટવાલની વાણુ સાંભળી રાજા બોલ્યા, “ગમે તે રીતે પણ એને પકડવા જ જોઈએ.”
રાજાએ મહાજનની વાત સાંભળી તેમને સમજાવીને રવાના કર્યા. અને રાજાએ તે રાત્રીએ ચેકીપહેરા માટે ખુબ તાકીદ રાખી, કેટવાલ પણ નગરમાં ફરતે રહો છતાં ચારે પકડાયા નહિ; તેમજ ચારેની ભાળ પણ મળી શકી નહિ. પહેરેગીરને પરિશ્રમ વ્યર્થ જવાથી રાજાએ પિતે જ એ કાર્ય સિદ્ધ કરવાને નિશ્ચય કર્યો. રાત્રીના વેષ બદલીને એક માત્ર ખડગને ગુપ્ત રાખી રાજા નગરચર્ચા જેવાને રત્રીને સમયે રાજમહાલયની છુપી બારીએથી નીકળી ગયા.
રચારના જેવા સામાન્ય વષવાળે રાજા અવંતીના બજારમાં આવ્યો. ગુપ્તસંચારને ભ્રમ થતાં જ રાજા અંધારામાં છુપાઈ ગયા. અંધારામાં ઉભા રહી આવનારાઓને તેણે ધારી ધારીને જોયા. પછવાડે આવતા મનુષ્ય ચાર જ હતા. તેઓ તલારક્ષક નહિ, પણ ચેરના જેવા જ આકૃતિ ઉપરથી જણાયા, રાજાએ એ ચેરેને તસ્કરની સંશા કરીને બોલાવ્યા. ચારની સંજ્ઞા કરવાથી પેલા પણ સમજ્યા કે, “આ કેઈ અમારે ભાઇબંધ છે. એટલે એ ચારે જણા અંધારામાં ઉભેલા માણસની પાસે આવ્યા.
“તમે ચારે મળીને કયાં જાવ છો ! >રાજાએ પૂછયું.
પરદેશથી અગણિત લત લઈને આવેલા મેઘશ્રેણીના મકાનમાં લુંટ કરવાનો વિચાર છે, પણ તું એકાકીએકલે કેણ છે? ”
તસ્કર! તમારે ભાઇબં, વળી બીજે કેણુ? ” તારું નામ ? ” ચોરેએ પૂછયું. “પ્રજાપાલ ! ” રાજાએ જવાબ આપે.