________________
પ્રકરણ ૩૮ મું
૩રા એના મકાન ઉપર ચારશી વજા અને ચોરાશી દીપક બળતા જોયા. એ પ્રમાણે જોવાથી રાજા નવાઈ પામ્યો. રાજાએ સભામાં એ શેઠને બોલાવ્યો અને પૂછયું, “અરે શેઠ! તમારા મકાન ઉપર ચોરાશી દવાઓ તેમજ તેટલા દીપક નિશાને સમયે કેમ જોવાય છે? મને આશ્ચર્ય થાય છે કે એ દીપકેમાં એક એકાય નહિ તેમ એક વધારે પણ કેમ નહિ? '
રાજાના પૂછવાથી શ્રેષ્ઠી બોલે, “કૃપાનાથ ! મારા ઘરમાં જેટલા લાખ સુવર્ણ છે તેટલા દીપક અને તેટલી વજાઓ મારા મકાન ઉપર કાયમ રહે છે. હું ધારું છું કે એમાં મેં આપને કાંઈ અપરાધ કર્યો નથી. )
શ્રેણીની વાણી સાંભળીને રાજા કંઈક હસીને બે, અરે શ્રેષ્ઠી ! તું કેટીશ્વર નથી તેથી મને દુઃખ થાય છે.” એમ કહી રાજાએ ભંડારમાંથી સોળ લાખ સુવર્ણ આપી તે શ્રેષ્ઠીને કેટીચર બનાવ્યું.
ન્યાયથી રાજ્ય કરતાં વિકમાદિત્યે સમસ્ત શત્રુઓને જીતી લીધા હતા. પ્રજાનાં મનવાંચ્છિત પૂર્ણ કરી સાતે વ્યસનને પિતાના દેશમાંથી દૂર ક્ય; વિક્રમાદિત્યના ન્યાયી રાજ્યમાં કેઈ નીતિનું ઉલ્લંઘન કરતું નહિ. જુઠ બોલવાની પણ કેઈને જરૂર પડતી નહિ. પ્રજાને પરચકની આપદાને ભય નહોતે. ચેરી, જારી, વિજારી કે વ્યભિચારી, હિંસા, મારી કે મરકી એ બધું વિક્રમાદિત્યના ન્યાથી રાજ્યમાંથી દુર થઈ ગયું હતું. રામરાજ્ય કહે કે ધર્મરાજ્ય કહે–આ કલિયુગમાં પરદુ:ખભંજન મહારાજા વિક્રમાદિત્યનું રાજ્ય સુવ્યવસ્થિત અને સુરાજ્ય તરીકે જગતમાં ખ્યાતિ પામેલું હતું.