________________
૩ર૦
વિક્રમચરિત્ર યાને કાટિલ્યવિજય વક થઈ લાગે છે, તેથી જ શેરડીમાંથી રસ ઉડી ગયે.
ડોશીની વાત સાંભળી રાજ ચાલ્યો ગયો. એને મંત્રીના વચન ઉપર પ્રતીતિ થઈ, પોતાના મનમાં જેના ઉપર જેવી લાગણી હોય છે તેવી જ અસર સામા મનુષ્ય ઉપર થાય છે. કેઈને મારવાની બુદ્ધિ થાય છે ત્યારે સામા મનુષ્યને પણ દ્વેષ થાય છે. જ્યારે કોઈના ઉપર રહેમ નજર કે માનસન્માન જાગૃત થાય છે ત્યારે તેના મનમાં પણ આપણા માટે માન ઉત્પન્ન થાય છે. આ મંત્રી ભટ્ટરાજના એ વચતેની પણ રાજાએ પરીક્ષા કરી. એક કઠિયારાને મારવાની ઈચ્છા કરતો, અની ઉપર દ્વેષ ચિંતવતો રાજા અને મંત્રીબને વેષ બદલીને નગર બહાર જતાં એ કઠીયારાને મળ્યા ને કહ્યું, “રાજા મરી ગયે !
સારું થયું મરી ગમે તે હવે લાકડાની કીંમત સારી આવશે.” રાજાના હૃદયમાં કઠીયારાને મારવાની બુદ્ધિ હતી તે કઠીયારે પણ રાજાની મોતથી રાજી થયો.
બીજે દિવસે એક આહીરણને માન, સન્માન, સત્કાર કરવાનું મનમાં ધારી વાજા અને પ્રધાન વેષ બદલીને નીકળ્યા. નગર બહાર આહીરણ મલતાં રાજ બેલ્યો,
અરે આહીરણ! નગરના રાજા મરી ગયા! ” રાજાના મરણની વાત સાંભળી અધુરણ માથા, ઉપરનું દહીંનું મટકું પાણી નાખી વિલાપ કરવા લાગી. પિતાના મનની લાગણીની અસર સામા મનુષ્ય ઉપર પણ તે પ્રમાણે થતી હોવાની ખાતરી થવાથી વિકમે આહીરણને સમજાવી શાંત કરી; વસ્ત્રાભૂષણ આપીને વિદાય કરી. પછી તે રાજા પોતાના મકાનમાં આવ્યું.
એક દિવસે રાત્રીએ નગરચર્ચા જોવા નીકળે રાજા નગરમાં ભમતો ભમતો એક શ્રેષ્ઠીના મકાન આગળ આવ્ય;