________________
પ્રકરણ ૩૭ મું
૩૧૯
આગળ પેલાં ચાર અનુપમ રત્ન મુકીને હાથ જોડી ઉભે. રહ્યો. અંધકારમાં પ્રકાશ કરનારાં ઝળઝળાયમાન તેજસ્વી રત્નો જોઈ વિક્રમાદિત્ય પ્રસન્ન થતાં બોલ્યો, “અરે શ્રીધર! આ રત્નો તારી પાસે ક્યાંથી? ને અહી શું કરવા લાગે છે? )
અવંતીરાજ! કૃપાનાથ! એ આપની આગળ ભેટ લાવ્યો છું. આપના મિત્ર સમુદ્રના અધિષ્ઠાયકદેવે આ. રત્ન મને આપીને આપને ભેટ આપવાનું કહેલું છે; જેથી મેં આપની આગળ આ રને હાજર કર્યા છે.”
સમુદ્રદેવ ને આ રને, એ બધું છે શું ? તને વળી સમુદ્રદેવ કયાં મળ્યા ? જરા વિસ્તારથી કહે ! ” રાજાએ શ્રીધરને પૂછયું.
શ્રીધરે પોતાની બધી વાત રાજસભામાં વિક્રમાદિત્ય આગળ કહી સંભળાવી. શ્રીધરની દીન, કંગાળ હાલત જાણુ રાજા વિક્રમાદિત્ય બોલ્યા, “હે શ્રીધર! આ ચાર રત્નોમાંથી તારી મરજી પડે તે એક રન તું લે! ”
રાજાની વાત સાંભળી શ્રીધર વિચારમાં પડ, કે “હે મહારાજ ! ઘેર પૂછીને પી લઉં.” રાજાની રજા લઈ શ્રીધર ઘેર ગયે,
જગતસ્વભાવ ભિન્ન ભિન્ન હોવાથી શ્રીધરના પુત્ર એની માતાએ, અને પુત્રવધુએ જુદાં જુદાં રત્નોની માગણી કરી અને લડી પડયાં. શ્રીધર મુંઝાયે, “ખચીત, ગરીબનાં નસીબ ગરીબ જ હોય છે. જ્યાં કુસ્પ હોય જ્યાં કુટુંબકલેશ હોય ત્યાં લક્ષ્મીને વાસો ન જ હોય!” શ્રીધરે કઈ રીતે કુટુંબને સમજાવી શાંત કર્યું, ને પિતાના દુષ્કર્મની નિંદા કરતે રાજસભામાં આવ્યું.
“બાપુ! આ રને અમારા ભાગ્યમાં ન હોય. એમાંથી