________________
પ્રકરણ ૩૮ મું
૩૧૫
:
-
ભોગવવાનો સમય આવે છે, ત્યારે જીવને ખબર પડે છે કે મારાથી શે ગજબ થઈ ગયે ! કયા પાપનાં આવાં ભયંકર ફલ મારે ભોગવવા પડે છે ! એવા માઠા વિપાક ભેગવવા ન પડે માટે જગતમાં પ્રાણુઓએ વિશ્વાસઘાતના પાપથી દૂર રહેવું.
પ્રકરણ ૩૮ મું.
પરદુઃખભંજન અંતીમાં શ્રીધર નામે એક બ્રાહ્મણ આખો દિવસ ભિક્ષા માગતો ત્યારે પરણે કુટુંબના ભરણ પોષણ જેટલું તેને મળી શક્યું હતું. દરિદ્રાવસ્થાનું સંકટ દૂર કરવા માટે મનમાં અનેક વિચાર કરતો, પણ એક ઉપાય એને સફળ થતાં નહિ. એ દારિદ્રથી કંટાળી આખરે શ્રીધરે જીવનમરણને સંગ કરવા વિચાર કર્યો. શ્રીધર કંટાળીને એક દિવસે પોતાને ઘેરથી ચાલ્યો ગયો, સમુદ્રના તટ ઉપર આવી સમુદ્રદેવને આરાધવાને શ્રીધરે ઘોર તપસ્યા આદરી. મનમાં દો નિશ્ચય કરી શ્રીધરે ભક્તિથી સમુદ્ર દેવનું આરાધન કર્યું. એની તપસ્યાથી સમુદ્રને અધિષ્ઠાયક પ્રસન્ન થયો -પ્રગટ થયે, અને બોલ્યા, “ શ્રીધરે; માગ ! ”
“બાપજી! મરી જાઉં છું ! ખાવા અનાજ નથી, પહેરવા વસ્ત્ર નથી, દ્રવ્ય વગર તે ખાનાખરાબી થઈ ગઈ! દુનિયામાં ગરીબ માણસની તે કાંઈ જીદગી છે! ધન વગર તે ગરીબોની પાયમાલી છે, દેવ! ધન આપો! લક્ષ્મી આપ ! દ્રવ્ય આપે ! '
અકળાઈશ નહિ! પરભવની પુન્યાઇ વગર જગતમાં કાંઈ મળતું નથી. કરવાં છે પાપ અને લેવું છે સુખ, એ શી રીતે બને શ્રીધર ! તારા ભાગ્યમાં નથી તે એમાં