________________
પ્રકરણ ૩૬ મું
૩૬૫
તપના પ્રભાવથી શત્રુને જીતી મેં મારું વિશાળ સામ્રાજ્ય ફરીને પ્રાપ્ત કરેલું હોવાથી આજથી આ વિમલાચલજીનું બીજું નામ “શત્રુંજય પ્રસિદ્ધ થાઓ!' શુક્રરાજાની આ વાણી મંત્રી સહિત બધી પર્ષદાએ વધાવી લીધી, ને ત્યારથી વિમલાચલનું બીજું નામ શત્રુંજય જગતમાં જાહેર થયું. વર્તમાન કાલમાં પણ એ નામ પ્રસિદ્ધપણું જોવાય છે. જે શત્રુંજય ઉપર અનેક મુનિવરેએ અત્યંતર શત્રુઓને જીતેલા છે ત્યાં બાહ્ય શત્રુને છતે એ કઈ બહુ મેટી વાત નથી,
ચંદ્રશેખર રાજા શુકરાજાનું સ્વરૂપ અદશ્ય થયા પછી પિતાનું મૂળ સ્વરૂપે પ્રગટ થવાથી ભય પામી નગર બહાર નીકળી ગયેલે, તે આભામાં પણ સમયને અથવા તો સોરી ભવિતવ્યતાને લીધે પરિવર્તન થવા લાગ્યું. તીર્થયાત્રા કરવા માટે તે રાજા ચંદ્રશેખર પણ વિમલાચલે આવી
ષભદેવને નમે; ભગવાનને પૂજ્યા. એ તીર્થના ફરસથી એની વિચારશ્રેણી પલટાઈ ગઈ, “અરે, આ જગતમાં મારા જે પાપાત્મા કઈ હશે ખરે ! મારાં પાપ તે અમાપ છે. ખચિત એ પાપની શિક્ષા માટે મારે આધાર નરક યાતના ભોગવવી પડશે. એ ભયંકર પરમારામીકૃત પીડાઓ ભેગવતાં પણ મારાં પાપ છૂટશે નહિ, અરે દેવ ! મને આ શી કુબુદ્ધિ સૂઝી ! ” પશ્ચાત્તાપ કરતા ને વૈરાગ્યભાવને પામેલા ચંદ્રશેખર નૃપતિએ મહે દય મુનિ પાસે ભાગવતી દીક્ષાને ગ્રહણ કરી. કર્મ શૂરા તે ધર્મ શૂરા !
દવજારોપણ વિગેરે કાર્યને કરીને સંઘપતિ પર્વત ઉપર રહેલા મહેદય મુનિને વાંદવાને આવ્યા. ગુરૂની દેશના સાંભળી શુકરાજા હાથ જોડી બોલ્યા, “ભગવાન ! એક વાત કહો! આ ચરાચર જગતમાં જ્ઞાનીથી કંઈ વાત ગુપ્ત નથી.