________________
૩૧૦
વિક્રમારિત્ર અને કૌટિલ્યવિજય પર્વત ઉપર ચક્રવતી ભરત મહારાજાએ સુવર્ણનાં જીનભુવન કરાવી તેમાં શ્રીનાભેય જીનેશ્વરની મણિમય મૂર્તિ પધરાવી હતી. સાગર ચકવતીએ ફરીને ત્યાર પછી ગષભદેવને પ્રાસાદ બંધાવી બીજો ઉદ્ધાર કર્યો. 2 ને તે પછીના પણ અનેક નાના મોટા ઉદ્ધાર તેમજ મુખ્ય મુખ્ય સંઘપતિઓનાં વર્ણન સૂરીશ્વરે રાજા આગળ કહી સંભળાવ્યાં.
શત્રુજ્ય ઉપર ઋષભદેવના જીર્ણ પ્રાસાદને જોઈ સારકીય કાષ્ટને મેટો પ્રાસાદ રાજાએ બંધાવ્યું. તેમજ બીજા પણ જીણુ પ્રાસાદને સમરાવી નવીન કરાવ્યા. શત્રુજ્ય ઉપર નાભિનંદનને નમસ્કાર કરી, જીર્ણોદ્ધાર કરીને ભક્તિથી ભરપુર હૃદયવાળે રાજા ગુરૂની સાથે રેવતગિરિ તરફ ચાલ્યો. ગિરનારના ડુંગર ઉપર ચઢી રાજા વિક્રમાદિત્ય ગિરનારની શોભારૂય નેમિનાથને નખે. સ્નાત્રપુજા ધ્વજા રેપણ કરી, ભાવથી શ્રી નેમિનાથ ભગવાનની સ્તુતિ કરી.
આ રીતે વિક્રમાદિત્યે પિતાને માનવ જન્મ સફલા કર્યો. રાજા વિક્રમાદિત્ય શત્રુંજય અને ગિરનારની યાત્રા કરી સંઘ સહિત ગુરૂમહારાજની સાથે પાદવિહાર કરતો પિતાની નગરી અવંતી આવી ગયો.
એક દિવસે રાજસભામાં એક દરિદ્ર અવસ્થાને પામેલે કવિ આવ્ય. સભામાં આવેલા તે કવિને રાજાએ એક હજાર સુવર્ણમહારે બક્ષીસ આપવા માંડી, કવિ યાચકે રાજાની સ્તુતિ કરવાથી રાજાએ દશ હજાર મહેરો આપવા હુકમ કર્યો, તે પણ ન લેતાં–ન સ્વીકારતાં કવિએ પુનઃ રાજાની સ્તુતિ કરી. રાજાએ એક લક્ષ દિનાર લેવા કહ્યું. રાજાની વાણથી પ્રસન્ન થયેલો કવિયાચક બે, “હે રાજન! એક બહુશ્રુત મંત્રીનું ચમત્કારિક આખ્યાન આપ સાંભળે! – કવિ રાજસભાને ચકિત કરતો બોલે -