________________
૩૦૪
વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય વચન સાંભળી ભય પામેલે ચંદ્રશેખર કિંકર્તવ્ય મૂઢ થઇ ગો; પોતાનું સ્વરૂપે પ્રગટ થવાથી તરતજ નગરમાંથી બહાર નીકળી ગયું.
શકરાજા બરાબર એ જ સમયે પોતાની બન્ને પત્ની સાથે નગરમાં આવી ગયે. રાજમહેલમાં આવેલા શુકરાને મંત્રીઓ વિગેરે આવીને નમ્યા, રાજાનો આદર ક્ષાત્કાર કર્યો. મંત્રીઓએ પૂછયું, “ મહારાજા ! આ બધું શું બની ગયું કે અમારા જેવા બુદ્ધિનિધાને પણ છેતાઈ ગયા !”
મંત્રીઓના આ જવાબમાં રાજાએ બધી હકીકત કહી સંભળાવી. પણ પોતાનું રૂપ કરીને આવનાર વિદ્યાધર હતું, દેવ કે દાનવ! એ તે શુકરાજા પોતે પણ જાણતા નહતા. તેથી તે જાણતા હતા તે સર્વે વાત કહી સંભળાવી.
રાજાની વાતથી સંતોષ પામેલા મંત્રીઓએ રાજાને ખમાવ્યા. તે પોતાની ભૂલ માટે પશ્ચાત્તાપ કરવા લાગ્યા. આ બધી વિધિથી પરવારી રાજાએ વિમલાચલ તરફ યાત્રા નિમિત્તે સંઘ સહિત જવાની તૈયારી કરી. અનેક વિદ્યાધરે એમાં સામેલ થયા. મંત્રીઓ, અનેક મનુષ્ય અને સ્ત્રીઓની સાથે તેમ ગુરૂ મહારાજની પાસે સંઘવી પદ ધારણ કરીને શુકરાજા મેટા સંઘ સહિત રાજ્યની વ્યવ
સ્થા કરી વિમલાચલ તરફ ચાલ્યા. ત્યાં જઈને સ્નાત્રપૂજા સહિત ભગવાન યુગાદીશની અષ્ટપ્રકારી પૂજા કરી સંઘ સહિત શુક રાજા પ્રસન્ન થયા. વજારોપણ કરતાં ભગવાનની ભકિતથી પ્રફુલ્લિત હૃદયવાળા સંઘપતિ શુકરાજા મંત્રી આદિ સલ્લ પર્ષદો આગળ બેલ્યા, “ અરે ! એક અદભૂત પૂર્વ એવી મારી વાત સાંભળો. મારા પ્રબળ શત્રને મેં આ તીર્થની ગુફામાં બેઠે બેઠે જીતી લીધું. મંત્ર અને