________________
૨૯૪
વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય બાળક જવાબ આપે તે પહેલાં તો તરત જ આકાશવાણી થઈ “ હે રાજન! આ ચંદ્રાવતીનો પુત્ર છે. આ વાતનો સંદેહ હોય તો ઈશાન દિશામાં પાંચ કેશ દૂર બે પર્વ તોની વચમાં રહેલા કેલિ નામના વનમાં યમતી નામે એક ગિની તીવ્ર તપ કરે છે તેની પાસે જઈને તું આ પુત્રની ઉત્પત્તિનું સ્વરૂપ પૂછ. ”
રાજાએ ત્યાં જઈ પૂછતાં લેગિની કહેવા લાગી – ચંડપુરા નગરીમાં સોમ નામે રાજા ને ભાનુમતી નામે રાણુ થયાં. હિમવત ક્ષેત્ર થકી મરણ પામીને એક યુગલ પહેલા દેવલોકમાં ગયેલું તે ત્યાંથી વી સારા સ્વપ્નથી સૂચિત સેમ રાજાની રાણુ ભાનુમતીના ઉદરમાં ઉત્પન્ન થયું. પૂણે દિવસે એ યુગલનો સાથે જ જન્મ થયો. રાજાએ પુત્રનું નામ ચંદ્રશેખર અને પુત્રીનું નામ ચંદ્રવતી રાખ્યું. વૃદ્ધિ પામતાં તે પુત્ર પુત્રી અનુક્રમે જાતિસ્મરણ જ્ઞાન પામ્યાં ને બન્નેએ એકબીજાને ઓળખ્યાં–પછી તો પરસ્પર જ રાગવાળાં થયાં દુનિયાની દૃષ્ટિમાં ભાઈબહેન છતાં તે બને અરસપરસ માતાપિતાથી ગુપ્ત પ્રીતિ કરવા લાગ્યાં. એમની ગુપ્ત વાતને નહિ જાણનારાં માતાપિતાએ ચંદ્રવતીને તમારી સાથે પરણાવી ને ચંદ્રશેખર રાજાને થશમતી સાથે પરણ . ચંદ્રશેખર પણ સમય મળતાં ચંદ્રવતી પાસે આવવાનું ભૂલતે નહિ. તમે જ્યારે કનકમાલાને પરણવા ગયા કે તરત ચંદ્રવતીએ સૈન્યની સાથે તમારું રાજ્ય ગ્રહણ કરવાને ચંદ્રશેખરને બોલાવ્યા. તે તમારી નગરી જીતીને ચંદ્રવતીની સાથે એના મહેલમાં રહ્યો હતે. તમે પાછા આવ્યા ત્યારે કપટથી તમને ખમાવી-છેતરી તે પિતાને નગરે ગયા, છતાં ચંદ્રવતીનો રાગ તેણે છોડે નહિ.