________________
૨૯૮
વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય સામ્રાજ્યમાં, એ શુભ ધ્યાનમાં ચડેલા એ નરનાયકને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. ઉત્પન્ન થયેલા કેવલજ્ઞાનથી લોકાલોકના સ્વરૂપને જોતાં એ નરનાથ આગળ દેવતાઓ હાજર થઇ વિનંતિ કરવા લાગ્યા, રાજર્ષિ ! આ વેશને ગ્રહણ કરે, એટલે તમારા ચરણ કમલમાં અમે વંદન કરીએ! )
દેવતાએ આપેલા વેષને એ જગતવંઘ પુરૂષે પ્રહણ કર્યો. દેવતાઓએ એ નરનાયકને નમીને કેવલજ્ઞાનનો માટે મહત્સવ કર્યો.
દેવતાઓના મહેસવથી આશ્ચર્ય પામેલ શુકરાજા હું અને મંત્રીઓ સાથે પિતાની પાસે આવીને નમે, ને રાજ્યમાં માટે મહત્સવ કર્યો. રાજર્ષિ ભૃગજે દેવતા અને મનુષ્યોની મેદની આગળ સંસારના તાપને દૂર કરનારી દેશના પી. વ્યાખ્યાનના અંતમાં હંસ, ચંદ્રક અને કનકમાલાએ કેવલી પાસે વ્રત ગ્રહણ કર્યા, ચંદ્રવતીના સ્વરૂપને જાણનાર મૃગધ્વજ અને ચંદ્રાંક, બન્નેએ કેદની આગળ તેને પ્રગટ કર્યું નહિ. રાજર્ષિ મૃગધ્વજ ભવ્યજનોને પ્રતિબંધ કરવા ત્યાંથી વિહાર કરી ગયા, ને મહારાજ થયેલા શુકરાજ ન્યાયથી પૃથ્વીનું પાલન કરવા લાગ્યા.
- નરનાયક રાજા મૃગધ્વજ તે કેવલજ્ઞાન પામી પોતાનું આત્મહિત કરી ગયા–આ પૃથ્વીને જ્ઞાનામૃતનું પાન કરાવવાને ભવ્યજનોના લાભને માટે દેશપરદેશ દેવતાઓથી સેવાતા વિહાર કરી ગયા. ચંદ્રક પણ પિતાની પાસે દીક્ષા ગ્રહણ કરી પિતાના માર્ગનો અનુયાયી થયો, પણ પતિ ને પુત્રે ત્યાગ કરેલી ચંદ્રવતીનું શું?
ચંદ્રશેખરમાં પ્રીતિવાળી ચંદ્રવતીને તો પતિની કે પુત્રની કોઇ પણ પડી નહેતી–તેને માત્ર હતી એક ચંદ્ર