________________
૨૯૬
વિક્રમચરિત્ર યાને કૌટિલવિજય ચંદ્રશેખર રહેવા લાગે, તે પાછા કઈ દિવસ રાજ્યની ખબર લેવા પણ ગયે નહિ.
દિવસે દિવસે વૃદ્ધિ પામતા કાંતિવાન બાળક ચંદ્ર કને જોઈને યશેમતી વિચાર કરવા લાગી. ચંદ્રાવતી પાસે યથેચ્છ ક્રીડા કરતા પતિનું મુખ કે દિવસે હું હવે જેવાની નથી. આ અતિ સુંદર બાળકને પ્રસન્ન કરી તેની પ્રીતિ હું કેમ સંપાદન ના કરૂં? ' યમતીએ મનમાં નકકી કરી એક દિવસે ચંદ્રાંકને કહ્યું, “ અરે! ચંદ્રાંક ? સુંદર ! જે તું મારી સાથે પીતિ કરે તે આ રાજ્યસહિત હું તારે વશ થાઉ.
યશોમતીનાં વજસમાન કઠોર વચન સાંભળી દુઃખી થતો ચંદ્ર બે , “અરે માતા ! તું આમ કેમ બેલે છે?”
અરે સુભગ! તારી માતા નથી તારી માતા તે મૃગધ્વજ રાની પ્રિયા ચંદ્રવતી છે. તારો ને મારે પુત્રમાતાને સંબંધ છે જ નહિ; તે મન વચન અને કાયાથી હે સુંદર ! મારી સાથે પ્રેમ કરે, ને આ રાજ્યના માલિક થા અને મારી સાથે ભેગ ભેગવી સુખી થા )
રાગાંધ યશોમતીનાં વિષરૂપી વિષયથી ભરેલાં વચન સાંભળી ચંદ્રક દુઃખી થયો થકો જવાબ આપ્યા વગર એકદમ ત્યાંથી નીકળી માતાપિતાને નમવાને ચાલ્યા. ભ્રષ્ટ થયેલી યમતી વિષાદને ધારણ કરતી, સંસારના સંબંધોને વિષ તુલ્ય માનતી, વૈરાગ્યના આવેટાથી ગિની થઇ ગઈ તેજ પેગિની થયેલી હું યશોમતી ! ને રાજન ! યશામતીનો ત્યાગ કરી નમવાને આવેલો આ બાળક ચંદ્રાંક---ચંદ્રવતીના પુત્ર ! અને આ એની ઉત્પત્તિને અપુર્વ ઈતિહાસ.
“આ ચંદ્ધકને જોતાં જ યક્ષે તમને આકાશવાણીથી