________________
પ્રકરણ ૩૨ મું ગયાં છે, જાય છે અને જશે.
“જ્યાં ચિત્રી પુનમના દિવસે પંચકેટીના પરિવાર સાથે પુંડરિક ગણધર, સૂર્યથશાથી લઇને સગર ચકવતી પર્વત રષભદેવપ્રભુના વંશમાં થયેલા અસંખ્ય નરપતિએ, ત્રણ કેટીની સાથે રામચંદ્રજી, એકાણું લાખ સાથે નારદજી, સિદ્ધગિરિ ઉપર મોક્ષે પધાર્યા છે; એ સિદ્ધગિરિ આ ભરતક્ષેત્રની અપૂર્વ શોભાને ધારણ કરે છે. યુગલિક ધર્મનું પરાવર્તન કરીને, અને લેકવ્યવહાર પ્રગટ કરીને લેકેને નિષ્ણાત કરેલા છે, એવા ઋષભદેવ પ્રભુએ શત્રુંજય ઉપર આવી જેનું મહત્ય પ્રગટ કરેલું છે એવા આ પર્વતને આશ્રય કરીને પુંડરિક ગણધર આદિ અનેક ઉત્તમ પુરૂષે મુક્તિરૂપી લક્ષ્મીને વરેલા છે; ત્યારથી આ પર્વતનું નામ પુંડરિકગિરિ શરૂ થયું છે. શાસ્ત્રમાં અનેક પ્રકારે વર્ણન કરાયેલા આ પુંડરિકગિરિનું નામ કાળે કરીને શત્રુજય
જ “શત્રુંજય નામ શી રીતે થયું ભગવન! ” રાજાએ જિજ્ઞાસા દાખવી પૂછયું,
શત્રુને જ કરવાથી આ પર્વતનું નામ શત્રુંજય થયું છે. હિંસામય સાધને તેમજ સૈન્યની સામગ્રી વગર પણ જે શુકરાજાએ આ પર્વતનો આશ્રય કરીને શત્ર એવા ચંદ્રશેખર રાજાને જીતી લીધા, શત્રુના હાથમાં પડેલું સામ્રાજ્ય વગર લડાઇએ પુનઃ પ્રાપ્ત કર્યું, એવા શુકરાજાએ આ પર્વત ઉપર આવીને માટે મહત્સવ કરી શત્રુંજય નામ પાડયું. આજે પણ પુંડરિકગિરિને શત્રુજયના નામથી એ જગત જાણે છે. ”
ભગવન! એ શુકરાજા કોણ? એ ચંદ્રશેખર કેણુ? એમનું ચરિત્ર કહેવા અમારા ઉપર કૃપા કરો ? ” રાજાએ આતુરતા પૂર્વક પૂછ્યું.
થયું છે ?