________________
૨૮૪
વિક્રમચરિત્ર અને કૌટિલ્યવિજય પગે લાગે છે. એ આ પણ એક જાતને મેહમદિરને કેફ છે. સંસારમાં રહેલા વૈરાગી એને પણ વ્યવહારનું તો અવશ્ય પાલન કરવું પડે છે. પરભવની પત્ની આ ભવમાં દેવગે માતા થઇ હોય તો પણ તેને–આ ભવની માતાને પત્ની બુદ્ધિએ કાંઈ ભેટાતું નથી, પણ માતા કહીને જ તેની સાથે વ્યવહાર કરાય છે.” ગુરૂની વાણી સાંભળી શકરાજે “હે પિતા! હે માતા! ” એ સં. ધનથી તેમને ખુશી કર્યા, ને ત્યારથી મૌનપણને ત્યાગ કર્યો, અને સર્વત્ર આનંદ આનંદ છવાઇ રહ્યો,
એ આનંદથી અતિરેક થયેલા નૃપ મૃગધ્વજે શ્રી દત્ત કેવળી ભગવાનને પૂછયું, “ ભગવન! મને કઈ દિવસ વૈરાગ્ય પ્રાપ્ત થશે કે નહિ? આ ભવમાં મારાથી આ સંસાર છોડી શકાશે કે નહિ ? ”
મૃગધ્વજ રાજાની વાણી સાંભળી કેવળી બોલ્યા, “રાજન ! તમારી પ્રિયા ચંદ્રવતીના પુત્રને જ્યારે તમે જેશે ત્યારે મેક્ષસુખને આપનાર એવા વૈરાગ્યથી તમે જરૂર રંગાશે.” મુનીશ્વરની અમૃતમય વાણી સાંભળી રાજ મનમાં ખુશી થયો ને એ ગુરૂવાણીને હૃદયમાં ધારણ કરી, ભક્તિ વડે ગુરુને નમી સંસારનું સ્વરૂપ ચિંવત રાજા પરિવાર સહિત પિતાની નગરીમાં ચાલે ગયે. શ્રીદત્ત કેવલી પણ વ્યજનોને બોધ કરતા ત્યાંથી વિહાર કરી ગયા.
- શ્રીદત્ત કેવલી ભગવાનના ઉપદેશથી મૃગધ્વજ રાજા, શુકરાજ, રાણીઆ વિગેરે અનેક છે ધર્મને પામ્યા.
પ્રકરણ ૧૪ મું.
શુકરાજ અને હંસરાજ શકરાજ દશ વર્ષના થયા ત્યારે રાજા મૃગધ્વજને