________________
૨૮૨
વિક્રમચરિત્ર યાને કૌટિલ્ય વિજય સ્માત એક પાટીયું હાથમાં આવ્યું. તે પાટીયાના આધારે સમુદ્રમાં તણાતાં શંખદત્તને સાત રાતે વહી ગઈ. અનુક્રમે સારસ્વત બંદરના તટે આવતાં તેને સંવર નામે તેનો મામે મળે. કુશળ સમાચાર પૂછવા પૂર્વક તેને પોતાને ઘેર તેડી ગયા. સારાં ભેજન કરવાથી થોડા દિવસમાં તે હોશિયાર અને તંદુરસ્ત થતાં મામા પાસેથી સ્વર્ણકુળના માર્ગના સમાચાર પછી સ્વર્ણકુળ આવવા નીકળે. તે ફરતો ફરતો આજે અહીં આપણુ પાસે આવી પહોંચે છે. તેને જોતાં જ તે ક્રોધથી ધમધમી રહ્યો હતો, પણ મારા ઉપદેશરૂપી જલદી તેને કોધરૂપી દાવાનલ તરતજ બુઝાઈ ગયો છે.
ગુરૂના ઉપદેશથી શંખદત્તે શ્રીદત્તને ખભા; બન્નેએ અરસપરસ એકબીજાને ખમાવ્યા. રાજાએ પણ સમ્યકત્વસહિત બારવ્રત ભાવ થકી ગુરૂ પાસેથી અંગીકાર કર્યો. ગુરૂનો ઉપદેશ સાંભળી વૈરાગ્ય પામેલી સ્વર્ણરેખા વેશ્યાપણુંનો ત્યાગ કરી ધર્મનું આરાધન કરી સ્વર્ગ ગઈ. વાનર બનેલા વ્યંતરે ગુરૂના ઉપદેશથી પત્ની ઉપરના અનુરાગનો ત્યાગ કર્યો. રાજાએ પોતાના પુત્રને ગાદી ઉપર સ્થાપન કરી દીક્ષા ગ્રહણ કરી. રૂડી રીતે દીક્ષાનું પાલન કરી રાજાએ કર્મક્ષય કરી મુક્તિની વરમાળા પહેરી લીધી. બીજા પણ અનેક પુરૂષ ધર્મ આરાધન કરવામાં તત્પર થયા. એ ધમજનનાં વિધનને પેલે વ્યંતર નાશ કરવા લાગ્યો,
શ્રીદત્ત અને શંખદત્ત બને મિત્રે મુનિરાજને નમી નગરમાં આવ્યા, સારૂં મુહર્તા આવ્યું છતે શ્રીદત્ત પોતાની કન્યાને શંખદત્ત સાથે પરણાવી દીધી, અને શંખદત્તનું અધું ધન પાતાની પાસે હતું તે શંખદત્તને આપી તેને સુખી કર્યો. હવે સંસારથી ભય પામેલા શ્રી દત્ત સંસારનો